આજકાલ માર્કેટમાં દરરોજ કેટલાય ફોન લોન્ચ થાય છે. ત્યારે Sumaung પોતાનો ધમાકેદાર ફોન માર્કેટમાં લોન્ચ કર્યો છે. Sumaung ભારતીય માર્કેટમાં પોતાનો Galaxy S22 Ultra લોન્ચ કર્યો છે. આ ફોનની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. આ ફોનમાં 1TB સ્ટોરેજ વેરિએન્ટ રજૂ કર્યું છે.
ગ્રાહકોને આ સ્માર્ટફોન 28 માર્ચથી કંપનીની અધિકારીક વેબસાઈટ પરથી ખરીદી શકશે. Galaxy S22 Ultraનું કિંમત 134999 રૂપિયા રાખવામાં આવી છે. Samsung ના કહેવા મુજબ 28 માર્ચના રોજ સાંજે 6 વાગે ફોન ને ખરીદી શકો છો.
એટલું જ નહીં પરંતુ Galaxy S22 Ultra 1TB વેરિએન્ટ ખરીદી કરનાર ગ્રાહકને 23999 રૂપિયામાં ગેલેક્સી વોચ 4 માત્ર 2999 રૂપિયામાં મળશે. આ ફોનના ડિસ્પ્લે ની વાત કરીએ તો Galaxy S22 Ultraમાં 6.8 ઈંચ ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લે મળશે. Galaxy S22 Ultra માં વિઝન બ્લુસ્ટાર ટેકનોલોજી મળશે.
સ્ક્રીનની બ્રાઇટનેસ દિવસભર ઓટોમેટિકલી એડજસ્ટ કરે છે. Galaxy S22 Ultra ખાસ વાત એ છે કે, ફોનમાં S-pen સ્ટાઇલસ માટે અલગથી સ્લૉટ આપવામાં આવ્યો છે. Galaxy S22 Ultraમાં 108 મેગાપિક્સલનો કવાડ રીયલ કેમેરો છે.
Galaxy S22 Ultraમાં સેલ્ફી માટે 40 મેગાપિક્સલનો સેન્સર આપવામાં આવ્યું છે. Galaxy S22 Ultraમાં 5000mAhની બેટરી મળશે. Galaxy S22 Ultraમાં ક્વાલકૉમનુ લેટેસ્ટ 4nm સ્નેપડ્રેગન 8 Gen 1 ચિપસેટ અને 12GB રેમ મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment