સલામ છે આ મહિલાની હિંમતને, 54 વર્ષની ઉંમરે ટાયર પંચર કરીને પોતાના પરિવારને ટેકો આપી રહ્યા છે…

હાલ તો આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં બધી જ જગ્યાએ મહિલાઓનું સ્થાન મુખ્ય રહ્યું છે અને મહિલાઓ પર આજે દરેકે દરેક ક્ષેત્રમાં આગળધપ વધી રહી છે.એટલું જ નહીં પરંતુ બધા જ ક્ષેત્રે પોતાનું અને પરિવારનું નામ પણ રોશન કરી રહી છે એવામાં ઘણી મહિલાઓ એવી હોય છે કે જેઓ પરિવારની ટેકો કરવા માટે કામ પણ કરતી હોય છે.

ત્યારે આજે આપણે એક એવી જ મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની હિંમતને દાવ દેવો જોઈએ. હાલ જે ટાયર પંચર કરીને પોતાના પરિવારને ટેકો આપી રહી છે. હાલ તો બધા જ ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષો સમૂવડા બની ગઈ છે. દરેકે દરેક ક્ષેત્રે આજે મહિલાઓ મોખરે છે ત્યારે આ ઉત્તરાખંડના રામગઢમાં આવેલા ઓરખાણ ગામની એક મહિલા કે જેનું નામ કમલાદેવી છે કે જે ટાયર પંચર કરીને પરિવારનો ગુજરાન તો ચલાવે છે.

આ ઉપરાંત પરિવારને ટેકો પણ આપી રહી છે. હાલ તો આ મહિલાને આજુબાજુના વિસ્તારમાં ટાયર ડોક્ટર તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. તેઓ નાના વાહનથી લઈને મોટા જેસીબી સુધીના વાહનોના ટાયર પંચર કરે છે,ત્યારે તેમની હિંમત ને જોઈને સૌ કોઈ લોકો તેને સલામ કરી રહ્યા છે.

આ ઉપરાંત કમલાદેવી ખરાબ ગાડીઓ અને પંચર થયેલી ગાડીઓને પણ તૈયાર કરવા અડધી રાત્રે પણ તૈયાર થઈ જાય છે. હાલ તો આ કમલાદેવી વિશે વાત કરીશું તો તેમની ઉંમર 54 વર્ષની છે તથા તેમની મહેનત ને દાવ દેવી જોઈએ કે તેઓ આટલી ઉંમરે પણ ટાયર પંચર કરીને પોતાના ઘરનું ગુજરાત ચલાવી રહી છે.

એ છેલ્લા 15 વર્ષથી આ કામ કરે છે તેઓ અડધી રાત્રે પણ કોઈને પણ જરૂર પડે ત્યારે તેઓ પોતાની દુકાનની બહાર નંબર લખેલો છે એ નંબર પર કોલ કરે એટલે તરત એ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે. કમલાદેવીના પતિ એવા હયાત ભાઈ કે જેઓ પણ તેમની પત્નીના વખાણ કરે છે અને કહે છે કે તેમની પત્ની આયન લેડી છે .

અને તેના દ્વારા બીજી બધી મહિલાઓએ પણ પ્રેરણા રૂપ બનવું જોઈએ કે કોઈપણ કામ આપણી માટે શરમજનક હોતું નથી અને આ મહિલાની જેમ દરેક મહિલાએ શીખ મેળવવી જોઈએ કે કોઈપણ કામ કરીને પોતાના પરિવારનો ટેકો રૂપ બનવું જોઈએ.જેવું કમલાદેવીએ નાના એવા ઉદાહરણરૂપ બની આજે દરેક મહિલાઓ માટે પ્રેરણરૂપ બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*