આજે મહિલાઓ પણ પુરુષો સાથે કદમ થી કદમ મિલાવીને જીવનમાં આગળ ધપ વધતા હોય છે અને ઘણી મહેનત કરીને પોતાની સફળતા પણ પ્રાપ્ત કરતી નજરે પડે છે. સૌ કોઈ મહિલા પોતાના લક્ષ્ય સુધી પહોંચવા ઘણી એવી મહેનત કરી સફળતા પણ મેળવે છે અને પોતાના પરિવારનો નામ પણ રોશન કરતી હોય છે.
હાલ એવું જ એક ઉદાહરણ પૂરું પાડતી મહિલા DYSP વિશે વાત કરીશું કે જે હાલ તપસ્ય કેવડિયા ખાતે પોતાની ફરજ બજાવી રહી છે. આ DYSP મહિલાની વિશે વિસ્તૃતમાં વાત કરું તો તેનું નામ ઋતુ રાબા છે અને તેમણે અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી ની શોધ ખોળ શરૂ કરી ત્યારે તેમને એ સમય નોકરી મળતી ન હતી.
તે અને તેમને પોતાના જીવનમાં આગળ વધવું હતું તેથી સરકારી નોકરી માટે તેણે સખત મહેનત ચાલુ કરી અને એક સમયે તેને એક પછી એક એમ ચાર સરકારી નોકરીઓ મળી, ત્યારે તેમની સફળતા તેમને પ્રાપ્ત થઈ. વાત કરીએ તો આ ઋતુ રાબાએ વર્ષ 2018 માં ડીવાયએસપીની પરીક્ષા પાસ કરી હતી, ત્યારે તેમનું એક સપનું અધૂરું હતું.
જે પૂર્ણ કર્યું સુરેન્દ્રનગરના બોરાણા ના રહેવાસી એવા ઋતુ રાબા બારમા ધોરણનો અભ્યાસ રાજકોટ શહેરમાંથી પૂરો કર્યો અને ત્યારબાદ તેણે ખાનગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમની પસંદગી થઈ ન હતી. ત્યારબાદ તેમણે તેના પિતાના અધુરા સપના પૂર્ણ કરવાનો નક્કી કર્યું.
આ ઋતુ રાબા સરકારી નોકરીઓની તૈયારી કરવાનું શરૂ કર્યું અને ત્રણ વર્ષ સુધી તનતોડ મહેનત કરીને તેને સ્પીપા ની પરીક્ષા પાસ કરી અને તેમાં સારું એવું પરિણામ મેળવ્યું હતું અને સૌથી પહેલી નોકરી ચીફ ઓફિસરને મળી કે તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તેણે પોતાના અધૂરા સપના પણ પૂર્ણ કર્યા અને પરિવારનું નામ પણ રોશન કર્યું હતું.
જ્યારે ઋતુ રાબા પહેલીવાર ડીવાયએસપી નો યુનિફોર્મ પહેર્યો હતો ત્યારે તેને અચરજ નો પાર ના રહ્યો ને ખુશીના આંસુ રોકી શકાય ન હતા ત્યારે મહત્વની વાત તો એ કે જ્યારે તે પ્રેગનેટ હતા,ત્યારે તે સમયે જ તેમની ટ્રેનિંગમાં જોડાયા હતા અને ખૂબ જ નવાઈ ભરી વાત તો એ કે એ ટ્રેનિંગ સમય 22 કિલોમીટરની દોડ પણ પૂરી કરી હતી. આવું તો ફક્ત મહિલાઓ જ કરી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment