આપણે સૌ જાણીએ છીએ કે આજના યુગમાં મહિલાઓ પણ પુરુષોની જેમ આગળ ધપ વધી રહી છે, તેમાંથી ઘણી મહિલાઓ તો જોવા જઈએ તો તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી બધી મહેનત પણ કરતા હોય છે અને તેમને સફળતા પણ પ્રાપ્ત થતી હોય છે, ત્યારે આજે આપણે એક એવા વૃદ્ધ દાદીમાં વિશે વાત કરવા જઈશું કે જે હાલ લાકડી ના ટેકે પણ ચાલીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે.
વિસ્તૃતમાં જણાવીશ તો આ મહિલા પ્રોફેસર કે જેઓ 75 વર્ષની ઉંમરે પણ લાકડી ના ટેકે કોલેજોમાં જઈ જઈને બાળકોને ફિઝિક્સ વિષય ભણાવે છે.એટલું જ નહીં પરંતુ આ મહિલા પ્રોફેસર તેના ઘરેથી રોજ 130 km ની મુસાફરી કરીને વિશાખાપટનમમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવે છે.
ત્યારે તમને પણ આશ્ચર્યચકિત થયા હશો કે આટલી ઉંમરે પણ તેઓ વિદ્યાર્થીઓની ભણાવી રહ્યા છે. પરંતુ કહેવાય છે ને કે ધગસ હોય તો ઉંમર પણ નડતી નથી ત્યારે આ પ્રોફેસર કે જેમનું નામ શાંતમમાં છે.તેઓ વર્ષ 1951માં આંધ્રપ્રદેશ યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને વર્ષ 1989 માં નિવૃત થઈ ચૂક્યા છે.
છતાં પણ તેઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ શરૂ જ રાખ્યું હતું. આ મહિલા પ્રોફેસરને વિદ્યાર્થીઓને ભણાવવામાં એટલી ઉત્સુકતા મળે છે કે જેઓ નિવૃત્ત થયા હોવા છતાં પણ હજુ પણ વિદ્યાર્થીઓને ઉત્સાહથી ભણાવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
તેથી હાલમાં પણ આ મહિલા પ્રોફેસર અમેરિકાની અને દક્ષિણ કોરિયાની યુનિવર્સિટીમાં જઈને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. ખૂબ જ નવાઇની વાત તો એ કે આટલી ઉંમરે પણ તેઓ હિંમત હારતા નથી અને બાળકો માટે પ્રોફેસર બનીને આજે પણ લાકડી ના ટેકે 130 km મુસાફરી કરીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.
હાલમાં આ મહિલા પ્રોફેસર વિદ્યાનગરની યુનિવર્સિટીમાં બીએસસીના વિદ્યાર્થીઓને ભૂમિતિ અને ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન આપી રહ્યા છે હાલ તો આ મહિલા પ્રોફેસરના ઘણા લોકોએ વખાણ પણ કર્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment