સલામ છે આ મહિલાને..! આ મહિલાએ 55 લીટર સ્તન દૂધનું દાન કર્યું, મહિલાએ 10 મહિના સુધી સતત…રેકોર્ડ બુક વાળા પણ ચોકી ઉઠ્યા…

મિત્રો તમે અંગદાન અને રક્તદાન વિશે ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ શું તમે કોઈ દિવસ સ્તન દૂધના દાન વિશે સાંભળ્યું છે. તો ચાલો આજે આપણે આની વિશે વિસ્તૃતમાં વાત કરીએ. પ્રોફેસર મહેશ્વરન કરુમથમબટ્ટી પાસેના કન્યુર વિસ્તારના વતની છે. તેમની પત્નીનું નામ સિંધુ મોનિકા છે અને તેમના લગ્નના છ વર્ષ થયા છે. તેમને વેણબા નામની દોઢ વર્ષની દીકરી પણ છે.

એક દિવસ સિંધુ મોનિકાને સોશિયલ મીડિયા પરથી બ્રેસ્ટ મિલ્ક ડોનેશન વિશે ખબર પડી હતી. ત્યારબાદ તેને બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ સિંધુ મોનિકાએ સ્તન દૂધનું દાન કરવા માટે તિરુપુર જિલ્લાના અવિનાસી વિસ્તારમાં માતાના દૂધના સંગ્રહ માટે કામ કરતી સંસ્થા અમૃતમ થાઈ પલ દાનમનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ સિંધુ મોનિકા દૂધ ભેગું કરવાનું શરૂ કર્યું હતું. સિંધુ મોનિકાએ છેલ્લા 10 મહિનામાં ૫૫ લીટર બ્રેસ્ટ મિલ્ક એકઠું કર્યું હતું અને એક સરકારી હોસ્પિટલમાં આ દૂધ દાન કર્યું હતું. સિંધુ મોનિકાના આ પ્રયાસ ને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો હતો. તેની આ સિદ્ધિને એશિયા અને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં માન્યતા આપવામાં આવી છે.

સિંધુ મોનિકાએ કહ્યું કે બ્રેસ્ટ મિલ્ક બાળકો માટે ખૂબ જ જરૂરી છે. દુનિયામાં ઘણા એવા બાળકો છે જેઓ બ્રેસ્ટ મિલ્કની અછતથી પીડાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વાતની મને જાણ થઈ હતી પછી મેં બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવાનું નક્કી કર્યું હતું. સિંધુ મોનિકાએ કહ્યું કે દરેક મહિલાઓએ બ્રેસ્ટ મિલ્કનું દાન કરવા માટે આગળ આવવું જોઈએ. સરકારી દવાખાનાઓમાં માતાના દૂધ વગર ઘણા બધા બાળકો પીડાઈ રહ્યા છે.

અમૃતમ બ્રેસ્ટ મિલ્ક ડોનેશનના સંયોજકે જણાવ્યું કે, અમે બ્રેસ્ટ મિલ્ક ડોનેશન સિસ્ટમ ચલાવી રહ્યા છીએ. અમે સ્તનપાન કરાવતી માતાઓ પાસેથી સ્તન દૂધ ખરીદે છે અને તેને બ્રેસ્ટ મિલ્ક બેંકમાં આપીએ છીએ. ઓછા વજનવાળા અને કુપોષિત બાળકોને બ્રેસ્ટ મિલ્ક દાન કરવામાં આવે છે.

તેમને વધુમાં જણાવ્યું કે અમારી સંસ્થા દ્વારા 1500 લીટર માતાના દૂધનું દાન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે અમારી સંસ્થા દ્વારા 1143 લીટર માતાના દૂધનું દાન કરવામાં આવ્યું હતું. બ્રેસ્ટ મિલ્કના દાનના કારણે અનેક કુપોષિત બાળકોને પોષણ મળે છે અને તેમનો વિકાસ સારો થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*