ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ શરૂ, 10 કિલો કેરીના બોક્સનો ભાવ સાંભળીને આંખો પહોળી થઈ જશે…

ગયા વર્ષે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. આ કારણોસર કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે. તેથી આ વર્ષે માર્કેટમાં કેરીનું આગમન પણ મોડું થયું છે. ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે. આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની પ્રથમ હરાજી થઈ હતી.

લગભગ ગોંડલ માર્કેટયાર્ડમાં 400 કેરીના બોક્સની આવક થઇ હતી. આ વર્ષે ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1751 રૂપિયા સુધી નોંધાયો છે. ગયા વર્ષે કેસર કેરીના 10 કિલો નો ભાવ 800 રૂપિયા થી લઈને 1400 રૂપિયા હતો.

આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે સામે કેરીની માંગ ખુબ જ વધારે છે. આ કારણોસર કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીની સીઝન મોડી આવી છે. ગોંડલની માર્કેટ યાર્ડમાં કેરીની પ્રથમ હરાજીમાં જ ભાવ ઊંચા બોલાયા હતા.

જેમ જેમ કેરીની સીઝન આવતી જશે તેમ તેમ કેરીના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે. ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીના 400 બોક્સની આવક થતાં જ કેરીના વેપારીઓ કેરી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. કેરીનો સૌથી ઊંચો ભાવ 1751 રૂપિયા બોલાયો હતો.

હવે ધીમે ધીમે માર્કેટયાર્ડમાં કેરીની આવક શરૂ થશે તેવી શક્યતાઓ છે. જો માર્કેટ યાર્ડમાં કેરીની આવક રેગ્યુલર શરૂ થઈ ગઈ તો કેરીના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે. આ વર્ષે કેરીના રસિયાઓને કેરીની મજા માણવા માટે બમણા ભાવ ચૂકવવા પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*