મિત્રો ઉનાળાની અંદર કેરી નું બજારમાં આગમન થતું હોય છે અને જુદા જુદા શહેરોમાં કેરી મળતી હોય છે ત્યારે ગીરની કેસર કેરી જે વિશ્વ પ્રખ્યાત છે અને ગીરની અંદર તે કેરીના બગીચાઓ આવેલા છે તે આપણી બધાની ફેવરિટ કેસર કેરી હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આગમન થઈ ચૂક્યું છે
તેમજ મહારાષ્ટ્રની કેરી પણ હવે બજારમાં જોવા મળી રહી છે.કેરીના એક વેપારીએ જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં સારી એવી તેની આવક થઈ રહી છે અને તેમજ છેલ્લા બે દિવસમાં 100 બોક્સની આવક થઈ હતી અને બરડાની કેસર કેરીના એક બોક્સના ભાવ 1500 થી 2500
રૂપિયા છે મતલબ કે એક કિલોના 150 થી 250 રૂપિયા છે તેમજ મહારાષ્ટ્રની કેરીની 500 કિલો જેવી આવક થઈ હતી જો કે હજુ ગીરની કેસર કેરી પોરબંદરની બજારમાં જોવા મળી નથી.પોરબંદરની બજારમાં હાલમાં કાચી અને પાકેલી કેરી મળી રહી છે
અને કાચી કેરીના ભાવ 1 કિલો ના 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ પાકેલી કેરીના ભાવ એક કિલોના 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના છે તેમજ રત્નાગીરી કેરીના ભાવ પણ સારા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment