અત્યારે સોશિયલ મીડિયા પર બીપોરજોય વાવાઝોડાને કારણે ખૂબ જ નુકસાન થયું છે, અને વાવાઝોડાને કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા એ ભારે તબાહી સર્જી છે, ગઈકાલે માંડવી અને કરાચી વચ્ચે આ વાવાઝોડું લેન્ડ થયું છે. ત્યારે એવા સમયમાં અનેક જગ્યાએ ભારે પવન અને વરસાદ થયો હતો, આ વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ ભારે નુકસાન પણ થયું હશે.
હાલમાં જ ભાવનગરની એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં માલ ઢોરને બચાવવા જતા પિતા પુત્ર બંને મોતને ભેટ્યા છે. આ દુઃખદ ઘટના ક્યાંની છે, ખરેખર આ ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આપણે જાણીએ છીએ કે જે લોકોનું જીવન ગુજરાન પશુઓના સહારે ચાલતું હોય એવા લોકો માટે તેની જીવનમૂળી ઢોર જ છે.
ગઈકાલે જ ભાવનગરમાં સાંજે ધોધમાર વરસાદ થયો અને આ કારણે વરતેજના સોડવદરા ગામે દુર્ઘટના ઘટી છે. આ ઘટના અંગે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે રામાભાઇ મેઘાભાઈ પરમાર અને તેમનો દીકરો રાજેશભાઈ રામાભાઇ પરમાર બંનેનું દુઃખદ નિધન થયું છે.
તેમના બકરા વોકરામાં તણાઈ જતા તેમને બચાવવા ગયા પરંતુ સાથોસાથ તેઓ પણ મોતને ભેટીયા અને સાથે 20 થી વધુ બકરા પણ પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં જાણવા મળ્યું કે ભૂંગળામાં પાણીમાં ગુંગળાઈ જવાથી પિતા અને પુત્ર નું મોત થયું હતું.
મૃતક પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વરતેજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ વાવાઝોડા દરમિયાન દરેક લોકોએ સાવચેત રહેવું જોઈએ અને આવા સમયમાં બંને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું જોઈએ અને પશુઓને પણ સલામત જગ્યાએ રાખવા જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment