આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા બનાવો બનતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા બનાવો તો એવા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણું હૃદય દ્રવી ઊઠે છે. દિવસે ને દિવસે અનેક દુઃખદ સમાચાર આવતા હોય છે. ત્યારે હાલમાં જ વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, બીએપીએસ સંપ્રદાયમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે.
આ બનાવ અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ કે આખરે બનાવ શું બન્યો છે ? મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે સારંગપુર સંત તાલીમ કેન્દ્ર ખાતે રહીને અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી સંત પૂ. પવિત્ર કિર્તિ સ્વામી અક્ષરધામ સિંધાવ્યા છે.
અચાનક જ બનેલી દુઃખદ ઘટના ને કારણે હરિભક્તોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. અધિક શ્રાવણ માસના વિચરણ બાદ સંતો દર્શન યાત્રા માટે કેવડીયા કોલોની ખાતે ગયા હતા. ત્યાં નર્મદા માં સંત સ્નાન કરી રહ્યા હતા અને અચાનક જ પગ લપસી ગયા બાદ તેઓ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા.
તેમને બચાવવાનો પ્રયત્ન ખૂબ જ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ બચી શક્યા નહીં.પૂ. પવિત્ર કિર્તિ સ્વામી વિશે જાણીએ તો તેમણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે વર્ષ 2021 માં ચાણસદ ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી.
અભ્યાસમાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા અને સંસારનો ત્યાગ કરીને તેમને હરિભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. તેમનું વ્યક્તિત્વ પણ શાંત અને પીઢ તેમજ અતિ પુરુષાર્થી હતા, સ્વામી અને ગુરુહરી મહંત સ્વામી મહારાજનો અતિ રાજીપો મેળવેલ. તેમના અંતિમ સંસ્કાર વિધિ આવતીકાલે સવારે અટલાદરા ખાતે થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment