સુરત શહેરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના બનતા એક પરિવારની લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે. સુરતના ગોડાદરા બીજ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 26 વર્ષની હતી અને 4 દિવસ બાદ તેના લગ્ન થવાના હતા.
દીકરો ઘોડીએ ચડે તે પહેલા દીકરાની અર્થી ઉઠતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી અનુસાર સુરતની ગોડાદરા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા 26 વર્ષીય જીતેન્દ્રદાન ચારણના 22 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. લગ્ન હોવાથી જીતેન્દ્રદાન શુક્રવારના રોજ સંબંધીઓને કંકોત્રી વેચવા માટે નીકળ્યો હતો.
આ દરમિયાન ગોડાદરા પ્લાય ઓવર બ્રિજ પાસે સિમેન્ટથી ભરેલા ટ્રકે જીતેન્દ્રદાનને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી ઇજાગ્રસ્ત થયેલા યુવકને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
અહીં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જીતેન્દ્રદાન ચારણનું મૃત્યુ થયું હતું. જીતેન્દ્રદાન ચારણનું મૃત્યુ થતાં તેના પરિવારજનો અને અન્ય સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ઘરમાં દીકરાના લગ્નની ખુશીનો માહોલ હતો. પરંતુ લગ્ન આવે તે પહેલા દીકરાનું મોત થતા લગ્નની ખુશીના માહોલમાં માતમ છવાઈ ગયો હતો.
આ અકસ્માતની ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીતેન્દ્રનો એક તેના શરીરથી અલગ કરવો પડ્યો હતો. ત્યારબાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું છતાં પણ તેનો જીવ બચી શક્યો નહીં.
સુરતમાં લગ્નના 4 દિવસ પહેલા ચારણ યુવકનું દુઃખદ નિધન, પોતાના લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા વરરાજાને ટ્રકે કચડી નાખ્યો… જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો… pic.twitter.com/257YiJ9Qtz
— GUJJU ROCKZ (@gujju_rockz) February 19, 2023
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ અજાણ્યા ટ્રક સાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પોલીસી સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment