દ્વારકાના આ ડોક્ટરે પોતાના દીકરાના પહેલા જન્મદિવસની હોટલમાં પાર્ટી કરવાના બદલે એવું કામ કર્યું કે… આજે આખા ગુજરાતમાં ડોક્ટરની થઈ રહી છે વાહ વાહ…

Published on: 7:38 pm, Sun, 19 February 23

આજકાલ સોશિયલ મીડિયા પર આપણે અનોખા વીડીયા જોયા હશે જેમાં લોકો પોતાના જન્મદિવસ પર મોટી મોટી પાર્ટીઓ કરતા હોય છે અને ખોટા ખર્ચા કરતા હોય છે. આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું જેમાં માતા-પિતા પોતાના બાળકનો જન્મ ખૂબ જ ધૂમધામથી ઉજવતા હોય છે અને પોતાના બાળકોના જન્મદિવસ પર લાખો રૂપિયા પાણીની જેમ વેડફી દેતા હોય છે.

પરંતુ દ્વારકાના આ ડોક્ટરે પોતાના દીકરાનો જન્મ દિવસ હોટલમાં ઉજવવાની જગ્યાએ એવું કર્યું કે આજે તે બધા માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે. દ્વારકાના ડોક્ટર સાગર કાનાણી દ્વારકામાં જ વૃજ હોસ્પિટલ ચલાવે છે. આ હોસ્પિટલ આજુબાજુના એરિયામાં ખૂબ જ જાણીતું છે,

મોટાભાગે લોકો તેમની ત્યાં સારવાર કરાવવા માટે આવે છે. સાગરભાઇ ના દીકરા શ્રેષ્ઠ નો પહેલો જન્મદિવસ હતો તે પોતાના દીકરાના જન્મદિવસ પર કંઈક અલગ કરવા માગતા હતા. તે બધા લોકોની જેમ હોટલમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને પોતાના દીકરાનો જન્મ દિવસ ઉજવવા માગતા ન હતા.

તેથી તેમણે નક્કી કર્યું કે તે પોતાના દીકરાના જન્મદિવસના દિવસે હોસ્પિટલમાં આવનારા દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરશે. દીકરાના જન્મદિવસની ઉજવણી કરશે અને તેમણે એ દિવસે કુલ 80 જેટલા દર્દીઓના માઇનોર ઓપરેશન કરી તેની સારવાર વિનામૂલ્યે કરી હતી. જેમાં લોકોના કુલ 2.50 લાખ રૂપિયા બચ્યા હતા.

જે ડોક્ટરે પોતાના જાતે વેઠયા હતા હતા, લોકોએ સાગરભાઇની આ વાતને લઈને ખૂબ જ પ્રશંસા કરી હતી. ખરેખર જન્મદિવસ કે કોઈ શુભ પ્રસંગે પાણીની જેમ પૈસા ઉડાવવાની જગ્યાએ તેનાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો તો તેનું આખું જીવન સુધરી જશે અને આશીર્વાદ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દ્વારકાના આ ડોક્ટરે પોતાના દીકરાના પહેલા જન્મદિવસની હોટલમાં પાર્ટી કરવાના બદલે એવું કામ કર્યું કે… આજે આખા ગુજરાતમાં ડોક્ટરની થઈ રહી છે વાહ વાહ…"

Leave a comment

Your email address will not be published.


*