વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્યમંત્રી કિસાન યોજના ની ટૂંકી મુદ્દતના પ્રશ્નના માં સહભાગી થતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના ખેડૂતો ને ઊંચું પ્રીમિયમ ભરવું ન પડે એ ભાવનાથી જાહેર કરવામાં આવી છે. ખેડૂતોના ખર્ચ માટે સબસીડી તરીકે સહાય આપવાનો અમે નિર્ણય કર્યો છે. આપણે ખેડૂતોના હિત માટે દુષ્કાળ ની વ્યાખ્યા પણ નક્કી કરી છે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂરી હશે તો તે પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે અમારું મન ખુલ્લું છે.
કૃષિમંત્રી ફળદુએ કહ્યું કે અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદ ના જોખમથી થયેલ પાક નુકસાન સહાય માટે યોગ્ય ગણવામાં આવશે. અમુક પરિસ્થિતિમાં થયેલ પાક નુકસાન માં 33 ટકા થી 60 ટકા માટે પ્રતિ હેક્ટર 20000 લેખે વધુમાં વધુ 4 હેક્ટર સુધી સહાય ચૂકવવામાં આવશે. એ જ રીતે 60 ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટરદીઠ 25 હજારની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય અને ખેડૂત લોન લઈને કામ કરતો હોય.
તે માટે ખેડૂતો ની સુરક્ષિત રહે એટલા માટે જ મુખ્યમંત્રી ખેડુત સહાય યોજના જાહેર કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment