પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં લાંબા સમય બાદ થયો ઘટાડો, જાણો કેટલો થયો ઘટાડો…

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડી છે. દેશમાં દિવસેને દિવસે જીવન-જરૂરિયાતની વસ્તુઓનો અભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે. મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

મળતી માહિતી મુજબ રવિવારના રોજ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 20 પૈસાનો ઘટાડો થયો હતો. પેટ્રોલના ભાવમાં ઘટાડો 35 દિવસ બાદ નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હી ની વાત કરીએ તો દિલ્હીમાં પ્રતિ લિટરનો ભાવ 101.49 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 88.92 રૂપિયા નોંધાયો છે.

મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.52 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.48 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.20 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.52 રૂપિયા નોંધાયો છે.

કોલકત્તામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.82 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 91.98 રૂપિયા નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં 55% હિસ્સો ટેકનો છે.

મળતા અહેવાલ અનુસાર તેમાં 32.90 રૂપિયા પ્રતિ લીટર ઉત્પાદન શુલ્ક છે. જે દેશની કેન્દ્ર સરકાર વસૂલે છે. 22.80 રૂપિયા છે જે સરકાર દ્વારા વસૂલવામાં આવે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગે ફેરફાર થાય છે પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ છે વાગ્યા બાદ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ડીલર કમિશન અને અન્ય ટેક્સ ઉમેરીને ભાવ બમણો થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*