હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં એક સ્પિનિંગ જોયરાઈડ અચાનક નીચે પડી છે. આ ઘટનામાં બાળકો સહિત 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના પંજાબના મોહાલી જિલ્લાના દશેરા ગ્રાઉન્ડમાં બની હતી. અહીં ફેઝ 8 માં આયોજિત મેળામાં રાત્રે અચાનક ફરતી ફરતી જેકરાઈડ નીચે પડી હતી. જેના કારણે ગંભીર દુર્ઘટના બની છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં બાળકો સહિત 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ તમામ લોકો મેળાની મુલાકાત લેવા માટે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં ઉભેલા એક વ્યક્તિના મોબાઈલના કેમેરામાં આ સમગ્ર ઘટના કઈ રીતે થઈ ગઈ હતી.
વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો વિશ્વાસ અધર થઈ ગયો છે. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે રાઈડને અચાનક નીચે પડતા જોઈને તે લોકોનો વિશ્વાસ અધર થઈ ગયો હતો. આ ઘટનામાં રાઈડમાં બેઠેલા તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રાઈટ લગભગ 50 ફૂટ ની ઊંચાઈ પરથી નીચે પડી હતી. આ ઘટના બની ત્યારે રાઇટ્સમાં 20 જેટલા લોકો બેઠેલા હતા. આ ઘટનાની જાણ થતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
A far away incident, a swing suddenly broke down in Maholi Punjab, 16 injured including women and children
For quick treatment… pic.twitter.com/2yrEgeoIR0— खरीबात_देशप्रेमी (@ShuklaBhandhu) September 4, 2022
સમગ્ર ઘટનાને લઈને પોલીસે કહ્યું કે બેદરકારી દાખવનાર સામે કેસ નોંધવામાં આવશે. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દે કે દશેરા ગ્રાઉન્ડમાં મેળા ને લંડન બ્રિજ નામ આપવામાં આવ્યું છે, આ મેળો 11 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment