આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી સિસોદિયાજી 22-23 ઓગસ્ટના બે દિવસીય ગુજરાત પ્રવાસે પધાર્યા છે. અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી આવતીકાલે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને સેકડો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટેથી નીકળ્યા બાદ અમદાવાદના સિંધુભવન નજીકના તાજ સ્કાય લાઈન હોટલ તેઓ પહોંચ્યા હતા. જ્યાં અરવિંદ કેજરીવાલથી અને મનીષ સિસોદિયા જઈએ એક પત્રકાર પરિષદ દ્વારા ગુજરાતની જનતાને દિલ્હી જેવી શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા ની ગેરંટીઓ આપી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી હિંમતનગર પહોંચ્યા હતા. ત્યાં તેમને ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે હિંમતનગરમાં જનસભામાં સંબોધતા જણાવ્યું કે, ગુજરાતના શિક્ષણ મંત્રી નું કહેવું છે કે ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત સારી છે, તેઓ જૂઠું બોલી રહ્યા છે. દેશમાં ખાનગી શાળાઓએ ગુંડાગીરી કરી રહી છે. છતાં પણ સરકાર કાંઈ કરતી નથી, આમાં સરકાર પણ ભળેલી છે. અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે ઘણી ખાનગી શાળાઓ મંત્રીઓની છે. સરકાર જાણી જોઈને સરકારી શાળાઓની હાલત ખરાબ કરી રહી છે. જેના કારણે વાલીઓને પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલવાની ફરજ પડે છે.
અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે, જે કામ આપણે દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કર્યું છે, તે આઝાદીના 75 વર્ષમાં આજ સુધી કોઈએ નથી કર્યું. અરવિંદ કેજરી વાલે જણાવ્યું કે જ્યારે મેં ગુજરાતની જનતાને પૂછ્યું કે, સરકારી હોસ્પિટલમાં કોણ જાય છે તો બધાએ કહ્યું કે કોઈ જતું નથી. જ્યારે દિલ્હીમાં અમીર લોકો પણ સરકારી શાળામાં સારો લેવા માટે આવે છે. અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે તમે દિલ્હીમાં ફોન કરીને પૂછો કે જો કોઈ કહે કે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં સારું કામ નથી કર્યું, તો અમને મત ના આપો. દિલ્હીમાં શ્રીમંત લોકો પણ મોહલ્લા ક્લિનિકમાં સારવાર માટે જાય છે. એટલું જ નહીં પરંતુ અમીર લોકોના બાળકો પણ સરકારી શાળામાં ભણવા માટે આવે છે. આવી જ સરકારી શાળાઓ ગુજરાતમાં પણ બનાવવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment