ગુજરાત રાજ્યમાં જીવ લેવાની અને જીવ ટૂંકાવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી આવા બનાવોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે હાલમાં સુરત શહેરમાં એક નિવૃત્ત જમીન દલાલે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે દોડધામ મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસને ઘટનાસ્થળેથી નિવૃત્ત જમીન દલાલે લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટના સુરતમાં સરથાણા વિસ્તારમાં બુધવારના રોજ રાત્રીના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર અહીં રાત્રિના સમયે નિવૃત્ત જમીન દલાલે પોતાના પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર પોતાના છાતીના ભાગે ચલાવી હતી અને પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઘણા લાંબા સમયથી બીમારી અને ડિપ્રેશનના કારણે નિવૃત્ત જમીન દલાલે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા નિવૃત્ત જમીન દલાલનું નામ બાલુભાઈ પોપટભાઈ સોરવડિયા હતું અને તેમની ઉંમર 66 વર્ષની હતી. બાલુભાઈ મુળ ગુજરાતની અંદર આવેલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સાજણવાવ ગામના વતની હતા.
તેઓ સુરત શહેરની અંદર આવેલા સરથાણા વિસ્તાર નજીક જકાતનાકાની પાસે સન સ્ટાર સિટી સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. બાલુભાઈ અગાઉ જમીન દલાલીનો વ્યવસાય કરતા હતા. જોકે હાલમાં તેઓ નિવૃત જીવન જીવી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર બાલુભાઈ ખૂબ જ બીમાર હતા અને તેઓ ઘણા લાંબા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતા.
જેના પગલે તે હોય બુધવારના રોજ રાત્રે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પોતાની પાસે રહેલી લાઇસન્સવાળી રિવોલ્વરના પોતાની છાતી પર ચલાવીને જીવન ટૂંકાવી લીધું હતું. બીમારી અને ડિપ્રેશનના કારણે બાલુભાઈ આ પગલું ભરી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી બાલુભાઈ લખેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
બાલુભાઈ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, છેલ્લા પંદર દિવસથી મને કોઈ ચેન પડતો નથી અને હું આ જીવનથી કંટાળી ગયો છું. જેથી હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. જો કોઈને પણ મારું દુઃખ લાગ્યું હોય તો મને માફ કરી દેજો. મારા મા-બાપ છેલ્લા 20 દિવસોથી દુઃખી થાય છે તેનું મને ખૂબ જ દુઃખ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment