દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી અને રાંધણગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો થતાં સામાન્ય જનતા મૂંઝવણમાં મુકાય છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે.
સામાન્ય દિવસોમાં એક કિલો લીંબુ 40 કિલોના મળતા, તે જ લીંબુ હવે 220 થી લઈને 240 રૂપિયા કિલો મળી રહ્યા છે. લીંબુનો હોલસેલ ભાવ 180 રૂપિયા કીલો અને લીંબુનો રીટેલ ભાવ 240 રૂપિયા કિલો થઇ ગયો છે. હવે માર્કેટમાં એક લીંબુ લેવા જઈએ તો 15 થી 17 રૂપિયામાં પડશે.
લીંબુના ભાવમાં સતત વધારો થવાના કારણે લીંબુ પાણીના ગ્લાસ પણ મોંઘા થઇ ગયા છે. ગુજરાત ની હોટલો અને પાવભાજીની ડીશમાં પહેલા લીંબુ આપવામાં આવતા હતા. પરંતુ હવે ડીશમાં લીંબુ આવવાના બંધ થઈ ગયા છે. વેપારીઓનું કહેવું છે કે લીંબુ ની અછત ઊભી કરી દેવામાં આવી છે.
તેના કારણે લીંબુ નો ભાવ વધી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં લીંબુ નો ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે. ઉનાળાની ગરમીમાં લોકો શરીરમાં શક્તિ રહે તે માટે લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. પરંતુ સતત વધતા જતા લીંબુના ભાવને જોઈને લોકોએ લીંબુ પાણીનું સેવન કરવાનું પણ બંધ કરી દીધું છે.
ગયા વર્ષે એક કિલો લીંબુનો ભાવ 40 રૂપિયા હતો. ત્યારે આ વર્ષે બજારમાં એક કિલો લીંબુનો ભાવ 240 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં લીંબુનો ભાવ વધી શકે તેવી શક્યતાઓ વધારે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment