ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું નિધન થયું છે અને આજરોજ તેમના પુત્ર અને કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાં મીડિયા સાથે વાતચીત કરતા તેઓ ભાવુક થયા હતા.
ભરતસિંહ સોલંકી પોતાના પિતા સાથેના સંસ્મરણોને યાદ કરતા ભરત સિંહ સોલંકીએ જણાવ્યું કે મારા પિતા મારી સાથે હંમેશા એક મિત્ર, માર્ગદર્શક અને ફિલોસોફર ની જેમ રહ્યા છે.હંમેશા એક કેપ્ટન ની જેમ મારા જીવનમાં મારી પડખે ઊભા રહ્યા છે અને તેમના નિધનથી અમારા પરિવારને મોટી ખોટ પડી છે.
માધવસિંહ સોલંકીના મૃત્યુ થતા પ્રધાનમંત્રી મોદી થી લઈને રાહુલ ગાંધી સુધીના દિગ્ગજ નેતાઓએ તેઓને ભાવાંજલિ પાઠવી હતી.ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની કેટલીક અંગત વાતો કરીને તેઓને યાદ કર્યા હતા.
માધવસિંહ સોલંકી ની વાત કરવામાં આવે તો તેઓ કોંગ્રેસના ખૂબ મોટા દિગ્ગજ નેતા હતા અને તેમના સમયમાં ગુજરાતને સુવર્ણયુગ જોવા મળ્યો હતો અને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી માટે તેઓ ખૂબ જ પ્રેમ ધરાવતા હતા.
તેઓના નિધન થતાં અનેક લોકોએ તેઓને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.પિતા માધવસિંહ સોલંકી ને યાદ કરતા પુત્ર ભરતસિંહ સોલંકી થયા ભાવ અને કહ્યુ કે.હંમેશા એક કેપ્ટન ની જેમ મારા જીવનમાં મારી પડખે ઊભા રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment