ફરી એક વખત સી.આર.પાટીલ ની સભામાં જાહેરનામાનું ઉલ્લંઘન, શું નિયમ માત્ર જનતા માટે જ છે?

217

કોરોના મહામારી ના કારણે ઉત્તરાયણ ની ઉજવણી ફિક્કી પડી છે. ઉતરાયણ ને લઈને પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે.એમાં ઉલ્લેખનીય છે કે આ જાહેરનામામાં ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પતંગ રસિયાઓને જણાવ્યું કે અમે માનીએ છીએ કે ઉત્તરાયણની ઉજવણીમાં કોરોના ને ધ્યાનમાં રાખીને સાવચેતી પૂર્વક કામ કરવું જોઈએ પરંતુ કમિશનરના જાહેરનામાનો અમલ કેમ કરવામાં આવતો નથી? ધાબા પર કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવા માટે એકત્ર થઇ શકાશે નહિ.

પણ સી.આર.પાટીલ ના રાજકીય કાર્યક્રમમાં ભીડ કેમ એકત્રિત થાય છે.રાજકીય કાર્યક્રમમાં લોકો વધારે પ્રમાણમાં એકઠા થવાથી કોરોના નું સંક્રમણ કેમ નથી ફેલાતું? પોલીસના જાહેરનામા કહેવામાં આવ્યું છે કે ધાબા પર ડીજે વગાડવું મહી કારણ કે ડીજે વગાડવાથી ભીડ એકઠી થઇ શકે છે.

સી આર પાટીલ ની રેલી માં ડીજે અને ઢોલ વગાડે છે અને ત્યારે ભીડ એકઠી થાય છે ત્યારે શા માટે પ્રતિબંધ મૂકવામાં આવતો નથી?માટે શા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેને લઈને લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

કોરોના નો ખતરો વધારે હતો ત્યારે પણ પાટીલે અનેક રેલીઓ કરી હતી અનેક નેતાઓ કોરોના ની ઝપેટમાં આવી ગયા હતા.ત્યારે દરેક લોકોના મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે કે શું આ નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે.તમે પણ આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ્સ બોક્ષમાં આપી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!