ધોરણ 10 ના વિદ્યાર્થીઓને અપાઈ મોટી રાહત,શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી આપી રાહત

ગુજરાતના શિક્ષણ મંત્રીની મૌખિક જાહેરાત બાદ આજે રાજ્ય શિક્ષણ બોર્ડ પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ જાહેર કરેલા આદેશ માં ધો.10 માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત મામલે નિર્ણય લેવામાં આવ્યો છે.

જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં બેઝિક ગણિત રાખશે તે ધો.11 માં વિજ્ઞાન પ્રવાહમાં માત્ર B ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે એટલે કે જો બેઝિક ગણિત રાખ્યું હશે તો ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહ માટે A અથવા તો AB ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકાશે નહીં

અને જો A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો પહેલા પુરક પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડ ની પરીક્ષા પાસ કરવી પડશે.ધોરણ 10 માં પરીક્ષામાં બે વિકલ્પ આપવામાં આવે છે જેમાં બેઝિક ગણિત સાયન્સ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિકલ્પ પસંદ કરી શકે છે.

પણ જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10માં બેઝિક ગણિત રખાવે અને ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો પહેલાના ઠરાવ અનુસાર તે પ્રવેશ મેળવી શકતો ન હતો અને જો પાસ થયો હોય તો તેને જ્યારે ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ માટે જુલાઈ માસની ગણિત સ્ટાન્ડર્ડ પરીક્ષા ફરજિયાત આપવી પડતી હતી.

ધોરણ 10માં બેઝિક ગણિત રાખશે તો ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે તેમજ ધોરણ 10માં ગણિત બેઝિક માં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં જવા ઈચ્છતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમ્યાન પરીક્ષા પાસ કરી ઉચ્ચ સ્ટાન્ડર્ડ માં પ્રવેશ મેળવી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*