જૂનાગઢમાં બનેલી એક દર્દનાથ ઘટના સામે આવી છે. જુનાગઢ શહેરની ભાગોળે ગ્રોફેડ વિસ્તારમાં આવેલ એક કુવા પાસે રમી રહેલા ભાઈ-બહેન રમતા રમતા કુવામાં પડી ગયા હતા. બાળકોને કૂવામાં પડતા જોઈને માતા બંનેને બચાવવા માટે કુવામાં પડી હતી. પરંતુ માતા બંનેને બચાવી શકી નહીં. કૂવામાં ડૂબી જવાના કારણે બંનેના મૃત્યુ થયા હતા.
મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે કુવા પાસેથી એક ઊંટગાડી વાળો વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. તે ત્રણેયને બચાવવા માટે કૂવામાં ઠેકડો મારે છે. ત્યારબાદ તે કુવામાં પડેલી માતા અને તેના બંને બાળકોને બહાર કાઢે છે.આ ઘટનામાં બંને બાળકોના કરુણ મૃત્યુ થયા છે અને માતાનો બચાવ થયો છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, જૂનાગઢના ગાંધીગ્રામ સંજયનગરમાં કુંવર તળાવ પાસે રહેતા કલાભાઈ સંદીપભાઈ રાડાનો 4 વર્ષીય દીકરો અભય અને 3 વર્ષીય દીકરી રાધિક 23 તારીખના રોજ સવારે લગભગ 11:30 વાગ્યાની આસપાસ ઘરની પાસે આવેલ સરકારી કુવા નજીક રમી રહ્યા હતા.
ત્યારે રમતા રમતા બંને ભાઈ બહેન કુવામાં પડી ગયા હતા. બંનેને બચાવવા માટે તેની માતા પણ કૂવામાં કૂદે છે. આ દરમિયાન ત્યાંથી દેવાભાઈ નામનો એક વ્યક્તિ પોતાની ઊંટગાડી લઈને પસાર થાય છે. તે કૂવામાં માતા અને તેના બાળકોને ડૂબતા જોઈને કુવામાં તેમને બચાવવા માટે કૂદે છે. ત્યારબાદ દેવાભાઈ ત્રણેને કૂવામાંથી બહાર કાઢે છે.
આ ઘટનામાં અભય અને રાધિકાનું પાણીમાં ડૂબી જવાના કારણે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે તેમની માતા કવિબેનનો આ ઘટનામાં બચાવ થયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ બંને બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. એક સાથે સગા ભાઈ બહેનની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment