સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.કોંગ્રેસ અને ભાજપે વધુમાં વધુ બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરી દીધી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોને એક ટકોર કરી છે.નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું કે, ખાલી ખાલી છાતી ફુલાવીને ન ચાલતાં, તમે લોકસભામાં કરી બતાવ્યું છે.
પણ હવે નગરપાલિકાની અને તાલુકા પંચાયતની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે અને હવે ઢોલ છેક સુધી વગાડ્યા રાખજો. તેઓએ કહ્યું કે અહીં મંચ પર બેઠા છે અને સામે પણ બેઠા છે. પણ હવે બધા ખેંચાખેંચ માં ન જતા રહેતા.
કે આ આવ્યો અને આ ન આવ્યો, હવે કોઈ એ રીસવાની જરૂર નથી. ન્યાય, સન્માન અને અધિકાર બધાનો છે અને એવું કામ આપણે બધાએ કરવાનું છે.અસામાજિક તત્વોને ચેતવ્યા હતા તેમને જણાવ્યું કે.
તમે રોજ છાપાઓમાં વાંચો છો કે, કડક કાયદો કોઈ નરવાસ નહીં. પ્રજા માટે બધી સંવેદના અને પ્રેમથી મદદ કરવાની અને જે અસામાજિક તત્વો છે તેવા લોકો સમાજમાં ખુલ્લા ફરવા ન જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment