કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારોને લઈને જાણો કોંગ્રેસે શું કહ્યું, સી.આર.પાટીલ એ પણ કહ્યું કે…

Published on: 9:16 am, Fri, 22 January 21

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બંને પક્ષો પોતાની જીત માટે બંને પક્ષો પ્રચાર કરી રહ્યા છે. તેવામાં કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ લઈને કોંગ્રેસે દાવો કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

કોંગ્રેસના આ નિવેદન સામે ભાજપે કહ્યું કે ભાજપને ૧૮૨ બેઠક પર જીત મળશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે કોર્પોરેશનની ચૂંટણીમાં જુના અને નવા ઉમેદવારોને બંનેને ટિકિટ આપવામાં આવશે.

આ વખતે કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં 30% નવા ચહેરાઓ નું સ્થાન આપશે.કોંગ્રેસમાં ૫૦ ટકા નવા ચહેરાને સ્થાન છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસની સાથે બહારના લોકોને પણ ટિકિટ આપવામાં આવશે.

તેમજ વધુ વટવા મેળવવા માટે યુવક અને મહિલાઓને ટિકિટ આપવામાં આવશે.તેમજ વિજય રૂપાણીના જમીન સહાય યોજના અંગેઅમિત ચાવડાએ ભાજપ નિવેદન આપ્યું હતું. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ ઉદ્યોગપતિઓને જમીન આપી દેશે.

જેનાથી સામાન્ય વ્યક્તિ અને આ યોજનામાં કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળે.આવનારી ચૂંટણીમાં ભાજપ પોતાની જીત કરવા માટે આવનારી ચૂંટણીમાં સુરત શહેરના મજુર વિસ્તારમાં પોતાની સભા કરે છે.

સીઆર પટેલના કહેવા મુજબ આ ફેરી ગુજરાતનું વાતાવરણ ખૂબ જ સારું છે.તેના કારણે ભાજપને ૧૮૨ બેઠક પર જીત મેળવી શકે તેવી શક્યતા છે.આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની છે.

તેમાં અમદાવાદ, ભાવનગર, વડોદરા,સુરત અને જામનગર શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીનું મતદાન થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!