આજે આપણે વાત કરીશું તો આજના યુગમાં પણ ઘણી એવી ઘટનાઓ બની જાય છે કે જેનાથી ઘણી એવી નાની બાળાઓ પણ ભોગ બનતી હોય છે, ત્યારે આજના યુગમાં ઘણી એવી બાળાઓ ન બનવાની બાબતનો ભોગ બનતી હોય. છે ત્યારે સમાજમાં આવી ઘટનાઓને લઈ દુઃખ વ્યક્ત કરી મોરારીબાપુ પોતાનો કરુણાભાવ પ્રગટ કર્યો હતો.
વિસ્તૃતમાં જણાવીશ તો એ કથાકાર મોરારિબાપુએ એક ઘટનાને વખોડી કાઢી હતી અને એ બાળકને ન્યાય મળે તે માટેના અનુરોધ કર્યા હતા.એ ઘટના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં જંત્રાખડી ગામમાં એક આઠ વર્ષની બાળા પર ન થવાનું થયું હતું અને તેનો જીવ લેવાની ઘટનાએ સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને હચમચાવી દીધી છે.
જેને લઇને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રોષ વ્યક્ત કરાયો હતો. કથાકાર એવા મોરારીબાપુ બદ્રીનાથની માનસ વ્યાસ ગુફાના કથાના છઠ્ઠા દિવસે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ ઘણા બધા સમયથી લગભગ 12 તારીખથી યાત્રામાં હતા એ દરમિયાન તેમણે એક ઘટનાની જાણ થઈ હતી.
જેમાં દશનામ સાધુ સમાજની દીકરી સાથે બનેલી ઘટના વિશે વાત કરી ત્યારે એ જાણીને મોરારીબાપુની ખૂબ જ દુઃખ થયું હતું. એ દશનામ ગૌસ્વામી સાધુ સમાજના અગ્રણીઓએ આ વાત કરતાની સાથે જ મોરારીબાપુએ પોતાની પીડા વ્યક્ત કરી ત્યારે તેમણે કહ્યું તો આવા બનાવોમાં આરોપીને કડક માં કડક સજા થવી જોઈએ.
જેનાથી જે દીકરીઓ સાથે એવું બને છે તેવી દીકરીઓના પરિવારને ન્યાય મળે. તેમણે વિશેષમાં જણાવ્યું કે કથા સમાપનના દિવસે જ તેઓ એ જંત્રાખડી ગામમાં દીકરીની સમાધિના દર્શન કરશે અને સમગ્ર સાધુ સમાજને સત્યમ શિવમ સુન્દરમ કહીને આ દીકરીઓને ન્યાય માટે પ્રાર્થના કરશે.
મોરારી બાપુએ પણ એક ઘટનામાં ભોગ બનનાર દશનામ સાધુ સમાજ ના તે બાપુ સાથે ટેલિફોનિક વાત કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા, ત્યારે ફરી આવી ઘટના ન બને તે માટે રોષ વ્યક્ત કર્યો હતો. આજે આવી ઘટનાઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે ત્યારે મોરારીબાપુએ કહ્યું હતું કે આવા બનાવો ફરીવાર ન બને તે માટે આરોપીઓની સખત સજા થવી જોઈએ જેનાથી બીજીવાર તેઓ પગલું ભરવા પહેલા વિચાર કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment