પેટ્રોલને GST ના દાયરામાં લેવાને લઈને પેટ્રોલિયમ મંત્રીએ કહ્યુ કે…

દેશમાં કોરોનાની મહામારી સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ ગયો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ ઉપરાંત દેશમાં આવી જ રીતે ભાવ વધારો થતો રહ્યો હતો ટૂંક સમયમાં મોટે ભાગના વિસ્તારોમાં ડીઝલનો ભાવ પણ પ્રતિલીટર 100 રૂપિયા થઈ જશે.

દેશની જનતા સરકાર પાસેથી આશા રાખીને બેઠી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને સરકારી મહત્વનો નિર્ણય લાવશે. પરંતુ દેશની સરકાર તરફથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને ચોખ્ખી ના પાડી દીધી છે. દેશના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોડ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે દેશમાં આ વધારો થઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ બેરલ દીઠ 70 ડોલર થી પણ વધારે ભાવ છે. આ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કોરોનાની મહામારી સરકારની આવક ખૂબ જ ઓછી રહી છે અને તેની સામે ખર્ચા વધી ગયા છે. તેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થઈ શકે તેવી શક્યતા નથી.

તેમને કહ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટેક્સ ઘટાડવા માટે આ ઉપલબ્ધ સમયે નથી. તેમણે કહ્યું કે કોરોનાની મહામારીમાં જનતાને રાહત આપવા માટે અને હેલ્થ સેકટર ભારત સરકાર ખૂબ જ ખર્ચો કરી રહી છે. એના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો થશે નહીં.

આ ઉપરાંત પેટ્રોલિયમ મંત્રી કહ્યું છે પેટ્રોલ-ડીઝલના ભાવ કંટ્રોલમાં લાવવા માટે ઈંધણની GSTના દાયરામાં લાવી દેવું જોઈએ. આ બાબત ત્યારે જ શક્ય બની શકે જ્યારે તમામ રાજ્યો એક મસ્ત થઈને GST કાઉન્સિલમાં મદદ કરે.

પેટ્રોલ-ડીઝલના ભાવ ટેક્સ જોઈએ પેટ્રોલના ભાવ માં 60 ટકા ટેક્સ સેન્ટ્રલ એક્સાઇઝ અને રાજ્યનો હિસ્સો હોય છે. આજ રીતે ડીઝલમાં 54 ટકા ટેક્સ હોય છે. સેન્ટ્રલ એક્સાઇઝ ની ડ્યુટી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 32.90 રૂપિયા લાગે છે અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ડયુટી 31.80 રૂપિયા લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*