ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહત્વનો, આજથી શાળાઓ વેબસાઇટ પર માર્ક કરશે અપલોડ.

Published on: 11:08 am, Tue, 8 June 21

રાજ્યમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યમાં શિક્ષણ બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ્ક પ્રમોશન આપ્યું હતું. ધોરણ 10ના પરિણામને લઇને ઘણી ચર્ચા વિચારણા થઇ હતી.

તેવામાં આજથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓના પરિણામ ત્યારે કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓના માર્કસ વેબસાઈટ ઉપર અપલોડ કરવાનું કામગીરી શરૂ થશે. રાજ્યની શિક્ષણ બોર્ડે શાળાઓના આચાર્ય ને માર્કસ અપલોડ કરવાની સૂચના આપી દીધી છે.

આજે રાજ્યમાં 11:00 થી શાળાઓ દ્વારા ધોરણ દસના બાળકોને માર્કસ વેબસાઈટ ઉપર અપલોડ કરવાનું શરૂ કરશે. સરકાર દ્વારા રચિત gseb.org અને sscmarks.gseb.org પર માર્કસ અપલોડ કરવાનું શરૂ કરશે.

શિક્ષણ બોર્ડના આદેશ મુજબ તમામ શાળાઓએ 17 જુન 5 વાગ્યા સુધીમાં ધોરણ 10ના માર્ક અપલોડ કરી દેવાના રહેશે. શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર એકવાર દ્વારા જે માર્ક અપલોડ થશે તેમાં કોઈપણ પ્રકારના સુધારા સુધારા થશે નહિ.

આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ્ક પ્રમોશનથી પાસ જાહેર થયેલું છે. એવું રિમાર્ક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં લખવામાં આવશે અને આ આદેશ શાળાઓના આચાર્ય અને શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહત્વનો, આજથી શાળાઓ વેબસાઇટ પર માર્ક કરશે અપલોડ."

Leave a comment

Your email address will not be published.


*