ખેડૂતોને લઇને કૃષિપ્રધાન આર.સી. ફળદુએ આપ્યું મહત્વનું નિવેદન,જાણો વિગતે

કેબિનેટ બેઠક બાદ કૃષિપ્રધાન આર.સી.ફળદુ એ રાજ્યમાં ખેડૂતો ને સહાય ચૂકવવા મુદ્દે તેમજ મગફળીની ખરીદી મુદ્દે માહિતી આપી હતી. કૃષિ પ્રધાને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ખેડૂતોને ફુલ 256 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન પેમેન્ટ થી ખેડૂતોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.મગફળીની ખરીદી પ્રક્રિયા મુલતવી રાખવા મુદ્દે પણ આર.સી.ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

તેમને જણાવ્યું કે નાફેડ અને એપીએમસીની રજૂઆતના પગલે મગફળીની ખરીદી પ્રક્રિયા પાછી ઠેલવામાં આવી છે. વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે પાંચ દિવસ સુધી મગફળીની ખરીદી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. મગફળીમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

26 ઓક્ટોબર એટલે કે આગામી સોમવારથી મગફળીની ખરીદી પ્રક્રિયા ફરી રાબેતા મુજબ શરૂ થશે તેમ કષિ પ્રધાને જણાવ્યું હતું. સાથે સાથે મગફળીના ટેકાના ભાવ ને ખરીદીને પણ કર્યું મોટો નિર્ણય.

સરકારની આ સહાયના કારણે ખેડૂતોને ઘણું બધો લાભ થશે. અને પોતાની નુકસાનની ભરપાઈ પણ કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*