આજકાલ જીઓ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના રાજકોટ થી સામે આવી રહી છે. રાજકોટમાં બનેલી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં રાજકોટ જિલ્લાના જસદણના વિરનગરમાં રહેતી યુવતીએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, યુવતીની સગાઈ બે મહિના પહેલા થઈ હતી. ત્યારે રાજકોટમાં ભરાયેલા મેળામાં જવાની યુવતીના મંગેતરે ના પાડી હતી.
જેથી યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હશે તેવું સામે આવી રહ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ આરતી અનિલભાઈ સાકરીયા હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. આરતી રાજકોટ જિલ્લાના જસદણના વીરનગરમાં રહેતી હતી.
આરતીએ ઘરે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આરતીના મૃત્યુ બાદ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરતીના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃતક આરતીની બે મહિના પહેલા જસદણના બાખલવડ ગામે વિજય અરવિંદભાઈ પલાડીયા નામના યુવક સાથે સગાઈ થઈ હતી. મળતી માહિતી અનુસાર આરતી અને વિજય શુક્રવારના રોજ સોમનાથ દર્શન કરવા માટે ગયા હતા.
ત્યારબાદ ત્યાંથી પરત ફરિયા અને બીજા દિવસે આરતીએ વિજયને બિલેશ્વરના મેળામાં જવાનું કહ્યું હતું. આ દરમિયાન વિજય બાઇક નથી તેવું જણાવ્યું હતું. જેના કારણે આરતી આ પગલું ભર્યું હશે. આરતી બે ભાઈ ત્રણ બેહનમાં ત્રીજા નંબરની હોવાનું સામે આવ્યું છે. હાલમાં જસદણ પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment