બુધવારના રોજ બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઈયરફોનના કારણે 15 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના છપરામાં બની હતી. મળતી માહિતી અનુસાર ગોરખપુર-પાટલીપુત્ર એક્સપ્રેસ ટ્રેનની ટક્કરના કારણે 15 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
મૃત્યુ પામેલા બાળકનું નામ રાહુલકુમાર હતું. બાળકના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. બાળકના અંતિમ સંસ્કાર વખતે ત્યાં હાજર તમામ લોકો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો બાળક પોતાના મામાના ઘરે લગ્નમાં હાજરી આપવા માટે ગયો હતો.
લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો રાહુલ કુમાર ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તે પોતાના મામા રવિન્દ્રસિંહના ઘરે લગ્નમાં હાજરી આપવા માટે ગયો હતો. લગ્નમાં હાજરી આપીને તે બુધવારે ઘરે જવા માટે નીકળ્યો હતો.
રાહુલ રેલવે સ્ટેશન જવા માટે ટ્રેનના પાટા પર ચાલી રહ્યો હતો. આ દરમિયાન રાહુલ કાનમાં ઈયરફોન લગાવીને ગીત સાંભળી રહ્યો હતો. ત્યારે પાછળથી આવી રહેલી ગોરખપુર-પાટલીપુત્ર એક્સપ્રેસ ટ્રેનનો અવાજ રાહુલ સાંભળી શક્યો નહીં. અને રાહુલ ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો.
જ્યારે સવારે રેલવે કર્મચારી હોય પાટા પર રાહુલ નું મૃત્યુ થયું ત્યારબાદ તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બાળકના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દીધો હતો.
ઈયરફોનના કારણે રાહુલે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહુલના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલો રાહુલ પોતાના બે ભાઈઓમાં મોટો હતો. રાહુલના પિતા ટ્રક ડ્રાઈવરનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment