બોલેરો ચાલકને અચાનક ઊંઘ આવી જતા ડમ્ફરની પાછળ બોલેરો ઘૂસી ગઈ, 4 મહિલાઓના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 2:43 pm, Thu, 12 May 22

આજરોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ-વે પર બની હતી. અહીં પુરપાટ ઝડપે જતી બોલેરો કાર એક ડમ્પરની પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

આ અકસ્માતની ઘટનામાં 5 લોકોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલા લોકો માંથી 4 મહિલાઓ હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતની ઘટના આજરોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. ગંભીર અકસ્માતની ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરાનો આગળ સંપૂર્ણ ભાગ ડમ્પરમાં ઘુસી ગયો હતો. પોલીસની તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, બોલેરો ડ્રાઈવરને ઊંઘ આવી જતા અકસ્માત ની ઘટના બની હતી. બોલેરોમાં સવાર લોકો મથુરાથી ગ્રેટર નોઇડા તરફ આવી રહ્યા હતા. મૃત્યુ પામેલા લોકો મહારાષ્ટ્ર અને કર્ણાટક ના રહેવાસી હતા.

આ અકસ્માતની ઘટના બનતા જ યમુના એક્સપ્રેસ-વે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃત્યુ પામેલા 5 લોકોના મૃતદેહને કબજે લઇને પોલીસે તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા છે.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં 68 વર્ષીય ચંદ્રકાંત નારાયણ, 59 વર્ષીય સ્વર્ણ ચંદ્રકાંત, 68 વર્ષીય માલન વિશ્વનાથ, 60 વર્ષીય રંજન ભરત પંવાર અને 53 વર્ષીય નુવાંજનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળે ડમ્પર મૂકીને ફરાર થઇ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ડમ્પરને કબજે કરીને ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. મૃત્યુ પામેલા તમામ લોકો એકબીજાના સંબંધીઓ હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બોલેરો ચાલકને ઊંઘ આવી ગઈ હતી આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બોલેરો ચાલકને અચાનક ઊંઘ આવી જતા ડમ્ફરની પાછળ બોલેરો ઘૂસી ગઈ, 4 મહિલાઓના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*