Realmeએ આજરોજ બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme GT 2 pro લોન્ચ કર્યો છે. આ ફોનમાં એક જબરદસ્ત બેટરી અને શાનદાર કેમેરો આપવામાં આવ્યો છે. Realme GT 2 pro બે સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. પહેલું સ્ટોરેજ વેરિઅન્ટ 8GB RAM અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. આ વેરિએન્ટની કિંમત 49999 રૂપિયા છે.
બીજુ સ્ટોરેજ વેરિઅન્ટ 12GB RAM અને 512 ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. આ વેરિએન્ટની કિંમત 57999 રૂપિયા છે. Realme GT 2 pro ત્રણ કલર સાથે લોન્ચ થયો છે. Realme GT 2 pro માં તમને પેપર વાઈટ, પેપર ગ્રીન અને સ્ટીલ બ્લેક કલર મળશે.
Realme GT 2 Pro આજે લોન્ચ કરવામાં આવ્યો છે પરંતુ પ્રીમિયમ સ્માર્ટફોન 14 એપ્રિલ બપોરના 12:00થી વેચાણ માટે ઉપલબ્ધ થશે. એટલું જ નહીં પરંતુ આ ફોન જો કોઈ ગ્રાહક SBI અને HDFC બેંકના ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડથી ખરીદશે તો તેને 5000 રૂપિયા સુધીનું કેશ બેંક મળશે. આ ફોન તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય વેબસાઈટ પરથી ખરીદી શકો છો.
Realme GT 2 Pro માં ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક SONY IMX766 શૂટર, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ શૂટર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. Realme GT 2 Pro માં સેલ્ફી અને વીડિયો કોલ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Realme GT 2 Pro માં પ્રોસેસરની વાત કરીએ તો Qualcomm Snapdragon 8 Gen 1 પ્રોસેસર દ્વારા સંચાલિત થશે. ફોનમાં 6.7 ઈંચ ફ્લેટ 2K AMOLED LTPO ડિસ્પ્લે આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ 120 HZ નો રિફ્રેશ રેડ અને 1400 nits ની ટોચની બ્રાઇટનેસ સાથે આવશે. Realme GT 2 Pro માં 5000mAh બેટરી આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment