મિત્રો ગુજરાતમાં જેટલા લોકો માવા ખાતા હશે એટલા આખી દુનિયામાં એક પણ જગ્યાએ નહીં ખવાતા હોય. ઘણા લોકોને જમ્યા બાદ પાન મસાલા ખાવાની ટેવ હોય છે. તેમની આંખ ખરાબ ટેવ તેમના પરિવારજનો ઉપર ભારે મુશ્કેલી લાવી શકે છે. ગુજરાતમાં મોટેભાગના લોકોને માવાનું વ્યસન વધારે છે.
પરંતુ માવાની અંદર એવી ચીજ વસ્તુ નાખવામાં આવે છે કે જેના કારણે તમને કેન્સર થઈ શકે છે. મિત્રો માવાની અંદર એક એવી વસ્તુની નાખવામાં આવે છે કે જે જાણીને તમે પણ માવા ખાવાનું બંધ કરી દેશો. માવા ખાતા તમામ લોકો માટે આ કિસ્સો ચેતવણી રૂપ છે. મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ પોતાની ટીમ સાથે સુરેન્દ્રનગરના ચોટીલાના ચામુંડા તળેટા ગામ તરફ જવાના રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસે બે ગાડીઓને રોકી હતી. જ્યારે પોલીસે કારની અંદર તલાશ કરી ત્યારે તેમાંથી પોલીસને કુલ 868 નંગ નાના અને મોટા ડુબલીકેટ તમાકુ મળી આવ્યા હતા. આ તમામ તમાકુના ડબ્બા ઉપર બાગવાન તમાકુનું નામ દોરવામાં આવ્યું હતું. મોટી કંપનીના નામે ડુબલીકેટ તમાકુ વેચાઈ રહ્યું હતું આ વાતની બાતમી પોલીસને મળી હતી.
જેના પગલે ડુબલીકેટ તમાકુનો ધંધો કરનાર વ્યક્તિઓને પોલીસે પકડી પાડ્યા છે. એક વ્યક્તિ સતત તમાકુ 138 ના નાના-મોટા દબાવાનું વેચાણ કરતો હતો. આ કેસમાં પોલીસ દ્વારા જામનગર જિલ્લાના ઈશ્વરભાઈ ખીમજીભાઇ ચૌહાણ તેમજ ચોટીલાના અશોકભાઈ નિસારભાઈ કલડીયા આ ઉપરાંત શ્યામ કિશોરભાઈ નામના ત્રણ વ્યક્તિઓને ડુબલીકેટ તમાકુની હેરફેર કરવામાં પકડી પાડ્યા છે.
તેમની પાસેથી તમાકુનો જથ્થો અને બે કાર સાથે મળીને કુલ 474000 રૂપિયાનો મુદ્દે માલ મળી આવ્યો હતો. આ તમામ વસ્તુ પોલીસે જતા કરી લીધી છે. મિત્રો આ લોકો ઘણા સમયથી ડુબલીકેટ તમાકુઓની હેરફેર કરી રહ્યા હતા. તમે વિચારો અત્યાર સુધીમાં કેટલા એ લોકોએ ડુપ્લીકેટ તમાકુના વ્યસન કરી રહ્યા છે.
જેના કારણે તે લોકોને કેન્સરની બીમારી પણ થઈ શકે છે. એટલા માટે માવો ખાતા પહેલા જરૂર થી જજો. કારણ કે એક નાનકડી એવી ભૂલ ના કારણે તેમને કેન્સર જેવી મોટી બીમારી થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment