હવે ઉત્તરાયણના તહેવાર ની માત્ર બે દિવસની વાર છે. ઉતરાયણનો તહેવાર ખૂબ જ નજીક આવતા પતંગ રસિકો માં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાય લોકોએ અત્યાર થી ઉત્તરાયણની તડામાડ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઉતરાયણના દિવસે જો આ નિયમો ભૂલ્યા તો સીધું પોલીસ સ્ટેશનમાં જવું પડી શકે છે.ગુજરાતમાં ઉતરાયણના પર્વે પર કેટલાય કડક નિયમો લગાવી દેવામાં આવ્યા છે.
કોરોનાવાયરસ ના સંક્રમણ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આગામી ઉત્તરાયણના તહેવાર માટે માર્ગદર્શિકા બહાર પાડી ને પતંગ ચગાવવા માટે જાહેર સ્થળો, રસ્તાઓ અને ખુલ્લા મેદાનોમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પતંગ ઉડાવવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોઇપણ જાહેર સ્થળ,ખુલ્લા મેદાનમાં કે રસ્તા પર પંતગ ઉડાવવા માટે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.
જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ધાબા પર કે સોસાયટીમાં ડીજે અને લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો તહેવાર દરમિયાન પોલીસ સ્ટેશનને જવાનો વખત આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment