ખેડૂતો માટે ખુશીના સમાચાર,કપાસના ભાવ 2000 ને થયા પાર,જાણો કપાસના લેટેસ્ટ ભાવ

Published on: 11:23 am, Tue, 11 January 22

સૌરાષ્ટ્રમાં એકદમ સારી કવોલિટી ના કપાસના ભાવ 2000 ને પાર બોલાઇ રહ્યા છે.જીન પહોંચ સારી કવોલિટી ના કપાસના ભાવ વધીને 2050 થી 2060 થયા હતા. હજુ પણ ખેડૂતોના ખેતરમાં કપાસ ઊભો છે અને તે તપાસ જાન્યુઆરી થી ફેબ્રુઆરી મહિનામાં બજારમાં આવશે ત્યારે આવકનું દબાણ વધવાનું છે.

ખેડૂતોએ ક્યારેય સપના માં પણ વિચાર્યું ન હતું કે કપાસ ના ભાવ ક્યારેક 2000 રૂપયે પણ પહોંચશે.આ વખતે દેશ-વિદેશમાં અમુક ટકા પાકને અસર થઇ રહી છે. હવામાન નું પરિવર્તન અને સૂકું હવામાન જણાવી રહ્યું છે કે આ અંદાજોના આધારે જો કપાસનું ઉત્પાદન ઘટશે તો કપાસના ભાવમાં વધારો નિશ્ચિત છે.

કોટનનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના કપડાં કે કપડાં બનાવવા માટે થાય છે.કપાસ કુદરતી રીતે નરમ,ગરમ લાગણી દ્વારા વર્ગીકૃત થયેલ છે. કાપડ ઉદ્યોગ ઉપરાંત કપાસનો ઉપયોગ તબીબી ક્ષેત્રમાં કાપ અને ભંગાર જેવી શારીરિક સમસ્યાઓ માટે દવા તરીકે પણ થાય છે.

રવિવાર ના દિવસ મુજબ કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટમાં 1520 થી 2054, અમરેલીમાં 1200 થી 2100, કાલાવાડ માં 1400 થી 2051, જેતપુરમાં 1311 થી 2186, ગોંડલમાં 1001 થી 2076, બોટાદ માં 1140 થી 2060, તળાજામાં 1125 થી 2033 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર,કપાસના ભાવ 2000 ને થયા પાર,જાણો કપાસના લેટેસ્ટ ભાવ"

Leave a comment

Your email address will not be published.


*