રાણો રાણાની રીતે અને ઘોબા ઉપડી જશે જેવા ડાયલોગથી ફેમસ થયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા પાંચ દિવસથી ફરાર છે. સ્ટેજ ઉપર બેસીને વટ અને ખુમારીની વાતો કરનાર દેવાયત ખવડને ઘરે તાળા મારી અને ફોન સ્વીચ ઓફ કરીને અંડરગ્રાઉન્ડ થવું પડ્યું છે. હાલમાં પોલીસ દેવાયત ખવડની શોધખોળ કરી રહી છે.
પોલીસ તેને શોધવા માટે તેના મૂળ વતન પણ પહોંચી હતી. ઘટનાના પાંચ દિવસ થઈ ગયા છતાં પણ હજુ દેવાયત ખવડ નો કોઈ પણ પત્તો લાગ્યો નથી. રાજકોટ પોલીસે પીડિત મયુરસિંહ રાણાની ફરિયાદના આધારે દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ સામે અમુક કલમો હેઠળ ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી હતી.
દેવાયત ખવડ અંડરગ્રાઉન્ડ થયા બાદ તેના ઘણા જુના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. બે દિવસ પહેલા દેવાયત ખવડનો એક જુનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે સ્ટેજ ઉપર બેસીને કહે છે કે FIRના ઢગલા થઈ જાય તોય મૂંઝાવવાનું ન હોય આવું કહેનાર દેવાયત ખવડ એક જ FIRમાં ગાયબ થઈ ગયો છે.
ત્યારે હાલમાં વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેવાયત ખવડ ડાયરાના સ્ટેજ પર બેસીને બંદૂકથી ભડાકા કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો કેટલો જૂનો છે અને ક્યાંનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. તેથી વાયરલ થઈ રહેલા વિડીયોની અમારી વેબસાઈટ ગુજ્જુ રૉકઝ પુષ્ટિ કરતું નથી.
મિત્રો આ વિડીયો વાયરલ થયા બાદ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમકે ડાયરાના સ્ટેજ ઉપર બંદૂક ફૂટી તો દેવાયત ખવડ સામે ત્યારે કાર્યવાહી થઈ હશે કે નહીં? હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં દેવાયત ખવડના ઘણા જુના વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
અન્ડરગ્રાઉન્ડ થઈ ગયેલા દેવાયત ખવડના ‘પરાક્રમ’નો વધુ એક વીડિયો વાયરલ થયો #DevayatKhavad #Rajkot #ViralVideo pic.twitter.com/1KF8AkqMRY
— News18Gujarati (@News18Guj) December 12, 2022
જુના વિડિયો વાયરલ થયા બાદ દેવાયત ખવડ સોશિયલ મીડિયામાં રમુજનું પાત્ર બન્યા છે. મિત્રો તમને શું લાગે છે દેવાયત ખવડ સામે આ વખતે યોગ્ય કાર્યવાહી થશે કે નહીં..? કાર્યવાહી થાય તો દેવાયત ખવડ ને શું સજા મળવી જોઈએ તે કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો. આ ઉપરાંત આવા કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ કે નહીં તે પણ કોમેન્ટ બોક્ષ માં જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment