સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ પણ રાકેશ ટીકૈતે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું છે કે, હું અહીંથી ખાલી હાથે જવાનું નથી મને સરકાર દ્વારા આપવામાં આવેલ કોઈ પ્રસંગ ની જાણકારી નથી.
સરકાર ચલાવે છે કે ખેડૂતો પાછા જશે પણ આ વાત ખોટી છે. સરકાર સાથે વાતચીત કર્યા વગર અને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કર્યા વગર ખેડૂતો પાછા જવાનો નથી.તેમને કહ્યું છે કે અમારા ગામના લોકો અમને કહી રહ્યા છે કે એમએસપી ની વાત મનાવીને અને ખેડૂતોના કેસ પાછા ખેંચી લાવીને આવજો.
સરકાર ધારે તો બે દિવસમાં આંદોલનનો ઉકેલ આવી શકે છે. સરકાર જ્યાં સુધી આંદોલન પૂરું નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમને કહ્યું કે કોઈ વ્યક્તિ પર કેસ ચાલુ હોય તેવી સ્થિતિમાં પાછું જવાનું નથી. જો કોઈ ખેડુતોની ધરપકડ થાય તો ખેડૂત કિસાન મોરચા થી નારાજ થઈ જશે.
ત્રણ કૃષિ કાયદા રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ પોતાની અંતિમ મહોર લગાવી દીધી છે. શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદા માટેના બિલ પસાર થઈ ગયા હતા.
આ પહેલા શિયાળુ સત્રના પ્રથમ દિવસે એટલે 29 નવેમ્બરે સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં ત્રણેય કાયદા વાપસી બિલ પસાર થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment