રાજકોટમાં 21 વર્ષની યુવતીએ સાવ એટલે સાવ નાની એવી વાતમાં ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું… જાણો સુસાઈડ પાછળનું કારણ…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 21 વર્ષની પરિણીત યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

તો ચાલો જાણીએ યુવતીએ સુસાઇડ જેવું મોટું પગલું કયા કારણોસર ભરી લીધું. વિગતવાર વાત કર્યા તો રાજકોટમાં ભાગીદારીમાં વોટર પ્લાન્ટ ચલાવતા સંચાલકની પત્નીને પેટમાં દુખતું હોવાના કારણે પાણીના જગની ડીલેવરી માટે સાથે આવવાની ના પાડી હતી. જેના કારણે સંચાલક અને તેની પત્ની વચ્ચે થોડીક માથાકૂટ થઈ ગઈ હતી.

ત્યારબાદ આ વાતનું ખોટું લાગે આવતા પત્નીએ ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું. વિગતવાર વાત કરીએ તો, રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા વડ વાજડી ગામે રહેતી 21 વર્ષની અંકિતાબેન જયેશભાઈ વિઠ્ઠલપરા નામની યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી અનુસાર અંકિતા સવારે 11 વાગ્યાની આસપાસ ચામુંડા વોટર પ્લાન્ટમાં હતી. તેને અહીં ઝેરી દવા પી લીધી હતી. આ વાતની જાણ થતા જ અંકિતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન અંકિતાનું મોત થયું હતું. અંકિતાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળી રહ્યું છે કે, અંકિતાના પતિ જયેશને ચામુંડા વોટર નામના પ્લાન્ટમાં ભાગીદારી છે.

અંકિતાને પેટમાં દુખતું હોવાના કારણે તેને પોતાના પતિને જગની ડીલેવરી આપવા માટે સાથે જવાની ના પાડી હતી. ત્યારબાદ બંને વચ્ચે માથાકૂટ થઇ હતી અને છેવટે અંકિતાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધ ને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*