ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ વહેલી સવારેથી જ રાજકોટ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉપલેટમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં પોણા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ધોધમાર વરસાદના કારણે ચારેય બાજુ પાણી-પાણી થઈ ગયું હતું. રસ્તાઓ પર બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. રસ્તામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ગોંડલના બાંદરા, વેકરી સહિતના ગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
જેના કારણે નદી ગાંડીતુર બની છે. ઉપલેટ અને ગોંડલમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. લોધુકા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. આ કારણોસર નાધુ પીપળીયા નદીમાં પૂર આવ્યો છે. આ ઉપરાંત ફોફર નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
આ વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલમાં આજરોજ વહેલી સવારે એક ઇંચ વરસાદ પડવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે નદી નાળા છલકાઈ ગયા છે.
ગોંડલના મહાદેવવાડી, ભવનાથ, રાધાકૃષ્ણ નગર, કૈલાશ બાગ, જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરનો નજારો જોતા એવું લાગી રહ્યું છે કે અહીં નદી છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાના કારણે વાતાવરણમાં એક ઠંડક પ્રસરી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment