આજે આપણે વાત કરીશું સુરતના વરાછા કો-ઓપરેટિવ બેન્ક જે હંમેશા બેન્કિંગ સેવા આપવાની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલી છે. ત્યારે વાત કરીશું તો કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્રારા વડાપ્રધાન વીમા યોજના અને અન્ય વીમા સુરક્ષા યોજના અંતર્ગત મૃતકના પરિવારને વિમાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
સુરતમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જે મામલે તેના પિતા નંદલાલભાઇને પણ એક લાખના વિમાનો ચેક વરાછા બેંક ની સરથાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. ત્યારે આ વિગતે દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે સુરતની લાડકી દીકરી ગ્રીષ્માનાં પરિવારને વીમા ચેક અર્પણ કર્યો છે.
વરાછા કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર અને સમાજ સુધારક શ્રી કાનજીભાઈ ભાલાળા અને ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરા ની ઉપસ્થિતિ સાથે બેંક માં ખાતા ધારક રહેલી સ્વ. ગ્રીષ્મા વેકરીયાના પિતા નંદલાલભાઈ ને રૂબરૂ મળી, સાંત્વના આપી અને અકસ્માત વીમાના રકમનો ચેક સુપ્રત કર્યો.
ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે યુવા વર્ગ અને માર્ગદર્શન આપવું જરૂરી છે અને અને આજની યુવાપેઢીએ પણ આ અંગે માર્ગદર્શન લેવું જરૂરી છે જેના થકી આવી ઘટના ફરીવાર ન બને. એટલું જ નહીં પરંતુ બારડોલી નજીક અકસ્માત કાર નહેરમાં પડતાં પાંચ યુવાનોના મોત પણ થયા હતા.
જેમાં મૃતક યુવક વાઘમશીને વડાપ્રધાન વીમા યોજના હેઠળ 12 અને 330 રૂપિયા એમ બંને પ્રિમીયમ ભરેલ હતા. જેના તેમને 400000 અને વરાછા બેંકની અકસ્માત વીમા યોજના હેઠળ બીજા એક લાખ ઉમેરીને કુલ પાંચ લાખનો ચેક મૃતક ખાતેદારના પરીવારને સુપ્રત કરવામાં આવ્યો હતો.
વરાછા બેંકની આવી સરાહનીય કામગીરીને બિરદાવવા વરાછા બેંક આશીર્વાદરૂપ ગણાવી છે ત્યારે દર્શનાબેન જરદોશ એ વડાપ્રધાન વીમા યોજનાના લાભ વિશે જણાવ્યું હતું કે એક ઘટનામાં ડૂબી જવાથી પાંચના મોત થયા હતા. પરંતુ તેમાંથી અનિલ એ જ પ્રિમીયમ ભર્યુ હોવાથી તેના પરિવારને જ પાંચ લાખના વીમા મળ્યા છે.
બાકીના પરિવારે વીમો પ્રિમીયમ ન ભર્યું હોવાથી તેમને મળ્યા નથી. આથી વડાપ્રધાન વીમા યોજના લોકો માટે આશીર્વાદરૂપ ગણાવી છે અને માત્ર વરાછા બેંક જ નહીં પરંતુ અન્ય બેન્કો નો સરાહનીય કાર્ય અને વીમા સેવાને લઈને ત્યારબાદ સામાજિક પ્રવૃત્તિઓ પણ ઉદાહરણરૂપ બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment