નડિયાદમાં ટેમ્પા અને ડમ્પર વચ્ચે થતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું મૃત્યુ, 2 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 3:23 pm, Sat, 21 May 22

આજરોજ સવારે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ટેમ્પા અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ગંભીર અકસ્માતની ઘટના નડિયાદના ચકલાસી પાસે બની હતી.

અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે ચકલાસી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક પસાર થઇ રહેલો GJ 07 VW 7082 નંબરના ટેમ્પા અને GJ 06 AZ 8575 ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો ભાંગીને ભૂકો થઇ ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિ ડમ્પરમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ ભાઈ વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકને ડમ્પરમાં ઘરમાંથી બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે મૃત્યુ પામેલા 41 વર્ષીય ખોડાભાઈ ચૌહાણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં બંને વાહનોને છૂટા પાડવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!