મહિલા કોન્સ્ટેબલ સામે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ ઉઠાવ્યા સવાલો , જાણો વિગતે

કરફ્યુ ભંગ ના ગુના બદલ કુમાર કાનાણી ના દિકરા પ્રકાશ કાનાણી અને તેના બે મિત્રો ને વરાછા પોલીસે ધરપકડ કરેલ હતી. ત્યારબાદ તેમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા.કુમાર કાનાણી મીડિયા સમક્ષ આવ્યા બાદ ફોટોગ્રાફી ને લઈને વિરોધીઓની ચાલ બતાવી હતી આ ઉપરાંત મહિલા કોન્સ્ટેબલના વર્તન ને લઈને સવાલ ઉઠાવ્યો હતો.

લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર સામે કરેલ કાર્યવાહી બદલ એક તરફી મામલો આવી ચૂક્યો હતો. આરોગ્ય મંત્રી ના પુત્ર પ્રકાશ કાનાણી પણ મીડિયા સમક્ષ આવ્યા હતા.

સુરતની લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવે મંત્રીના પુત્ર ની ગાડીને અટકાવીને તેના પુત્ર સામે કાર્યવાહી કરવાને કારણસર મોટા ભાગની જન સંખ્યા તેના સપોર્ટમાં આવેલ હતી . આની સામે સુનિતા યાદવે કરેલ વર્તનની સમક્ષ ઘણા બધા સવાલ ઉઠયા છે. શરૂઆતથી જ ફોટોગ્રાફી ને લઈને વિરોધીઓની ચાલ આરોગ્યમંત્રી કહી રહ્યા છે.ગુલામી નથી કરવી તેમ કહીને રાજીનામું આપવા વાળા લેડી કોન્સ્ટેબલ નો મામલો કેટલો ઉપર ચડે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*