તમને ગોગો એમ કહે કે એક બાજુથી પ્લાસ્ટિક નાખશો તો બીજી બાજુથી પેટ્રોલ નીકળશે તો તમને આ વાત મજાક લાગશે. પરંતુ આ વાત મજાક નથી. બિહારના મુઝફ્ફરપુરમાં આવું થવા લાગ્યું છે. મોટી વાત એ છે કે માત્રને માત્ર 6 રૂપિયાના પ્લાસ્ટિકના કચરામાંથી 79 રૂપિયાનું પેટ્રોલ ઉત્પન્ન થાય છે.
આ ઉપરાંત મળતી માહિતી અનુસાર બિહારના મહેસુલ અને જમીન સુધારણ પ્રધાન રામસુરત રાયે કુધની જિલ્લાના ખરોના ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી બળતણ એટલે કે પેટ્રોલ અને ડીઝલ બનાવતા મશીન નું ઉદઘાટન કર્યું છે. દેશનો આ પહેલો એવો પ્લાન્ટ છે જેમાં પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ ઉત્પન્ન થાય છે.
આ મશીન લગાવનાર એજન્સીના સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે, આ ફેક્ટરીમાં દરરોજ 200 કિલો પ્લાસ્ટીક કચરા માંથી અંદાજે 130 લીટર પેટ્રોલ અથવા તો 150 લીટર ડીઝલ તૈયાર કરવામાં આવશે. પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ બનાવવાની પ્રોસેસ જોઈએ તો સૌપ્રથમ કચરાને બ્યુટેન માં રૂપાંતર કરવામાં આવશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બ્યુટેન આઇસો-ઓકટેનમાં રૂપાંતર થશે. ત્યારબાદ મશીન અલગ-અલગ તાપમાન અને દબાણ દ્વારા આઇસો-ઓકટેનને પેટ્રોલ અથવા તો ડીઝલ માં રૂપાંતર કરશે. પેટ્રોલ 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બનાવી શકાય છે અને ડીઝલની 400 ડિગ્રી સેલ્સિયસે બનાવી શકાય છે.
કાચામાલની વાત કરીએ તો પ્લાસ્ટિકનો કચરો મહાનગરપાલિકા પાસેથી 6 રૂપિયા પ્રતિ કિલો માં ખરીદવામાં આવશે. ખેડૂતો ઉપરાંત આ યુનિટમાં તૈયાર થતાં પેટ્રોલ-ડીઝલની સપ્લાય પણ મહાનગરપાલિકાને થશે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિલીટર 70 રૂપિયાના ભાવે વેચવામાં આવશે.
મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીના પહેલા જ દિવસે 40 કિલો પ્લાસ્ટિકમાંથી 37 લીટર ડીઝલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકાર ની PMEGP યોજના હેઠળ રૂપિયા ૨૫ લાખ રૂપિયાની લોન લઈને આ યુનિટ ખોલવામાં આવશે. આ પ્લાન્ટ આપણા દેશનો નહીં માત્ર પરંતુ આખી દુનિયાનો એક જ એવો પ્લાન્ટ બની ગયો છે જેમાં પ્લાસ્ટિક માંથી પેટ્રોલ અને ડીઝલ બને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment