ગુજરાત રાજ્યમાં સીઝનનો વરસાદ 100% ને પાર થઈ ગયો છે. આ કારણસર ગામે ગામ ઠેર – ઠેર રસ્તા પર ખાડા પડી ગયા છે. ગુજરાતની જનતાએ જાણવા માગે છે કે 10 હજાર કરોડ થી પણ વધારે પૈસા નું બજેટ હોવા છતાં આ રસ્તા ના આજે આવી ખરાબ હાલત કેમ?બજેટ માં માત્ર રસ્તા ના રીસરફેસિંગ માટે જ 3600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હાલ માં રાજ્યમાં 80% રસ્તાઓ ખરાબ થઇ ચુક્યા છે. દેશમાં ખાડા વાળા રસ્તાના કારણે અકસ્માત થતા ની આંકડાની વાત કરીએ તો ગુજરાત સમગ્ર દેશમાં ૬ઠ્ઠા ક્રમે આવે છે. આના માટે જવાબદાર કોણ?
મેમો પાઠવનાર ગુજરાતની જનતા
કસૂરવાર નું નામ: ગુજરાત સરકાર, અમદાવાદ ,રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર ,જુનાગઢ ની પાલિકા, રાજ્યની તમામ પાલિકા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
કસૂરવાર નું સરનામું: મુખ્યમંત્રી કાર્યાલય, સચિવાલય, જેતે પાલિકાની મુખ્ય કચેરીએ, જે-તે જિલ્લાની કલેકટર કચેરીઓ
જાહેર નોટીસ નું ભંગ નું લોકેશન: સ્ટેટ હાઇવે હસ્તકના 6000 કિમી સહિત ફૂલ 81000 કિમી ના રસ્તા પર છ બાય છ ઈંચ થી લઈને દસ બાય દસ ના અગણિત ખાડાઓ
હાલના સમગ્ર રાજ્યના રસ્તાની હાલત કફોડી બની છે. જેને લઇને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા સરકારને નિવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અધિકારીઓની ખરું ખબર લેશું અને દિવાળી સુધીમાં રાજ્યના બધા રસ્તાઓ રિપેરીંગ કરાવીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!