સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ઘટી રહી છે ત્યારે કોરોનાવાયરસ ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગોવામાં લોકડાઉન માં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત ગોવા સરકાર દ્વારા 5 જુલાઈ સુધી કર્ફ્યુ લગાવ્યું છે. આ જાણકારી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવતે શનિવારના રોજ જણાવ્યું હતું.
રાજ્યમાં કર્ફ્યુ 5 જુલાઈની સવારે 5 વાગ્યા સુધી વધારવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ના કેસ સતત વધી રહ્યા છે.
તે માટે ગોવા ની બોર્ડર પર કોવિડ 19 ની તપાસ ઝડપી કરવામાં આવી છે. ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કે પડોશી રાજ્ય માં કોરોના માં ડેલ્ટા પ્લસ સ્વરૂપના મામલા સામે આવ્યા છે.
તેમને કહ્યું કે તમામ બોડર પર નજર રાખીએ છીએ અને તપાસમાં પણ વધારો કરી દીધો છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે કોઈ અન્ય રાજયોના વ્યક્તિ ગોંવા માં પ્રવેશ કરે.
એને તેને કોરોના સંક્રમિત હોય તો તેને તરત જ કવોરેન્ટાઈન કરવામાં આવશે અથવા તો કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment