સરકારે તહેવારો માટે શું છૂટ આપી કે લોકો તો એવું માની બેઠા છે કે હવે કોરોના જતો રહ્યો છે. હવે કોરોના થી ચેપ નહીં લાગે. અમે તો રસી લઇ લીધી છે અમને કોરોના થી કોઈ ડર નથી ત્યારે અમદાવાદમાં વધુ એક
સોસાયટીના ઘરો ને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા હતા.દિવસેને દિવસે અમદાવાદમાં કોરોના નું સંક્રમણ વધતું જાય તેનો બોલતો પુરાવો છે કે આરોગ્ય વિભાગ કોરોના કેસમાં એકાએક ઉછાળો
આવતા અમુક વિસ્તારો અને સોસાયટીમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.મોટેરાના સંપાદન રેસીડેન્સી ના 20 ઘરો ને કન્ટેનમેન્ટ ઝોન કરી કોરોનાકાળ ના એ દિવસો લોકોની આંખ સામે છતાં થવા
લાગ્યા છે. હાલ શહેરમાં બે વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ રાખી દેવામાં આવ્યા છે જેના પરથી સ્પષ્ટ કહી શકાય છે કે આવનારા દિવસોમાં સંભવિત ત્રીજી લહેર દેખાડો દઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment