ગુજરાત કોંગ્રેસના નેતાઓની એક ખાનગી બેઠક મળી હતી જેમાં અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના બંગલા પર કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક મળી હતી અને ગત રાતે આ બેઠક મળી હતી.મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા બાદ નેતાઓની બેઠક યોજાઇ હતી.
ખાસ તો આ બેઠકમાં નવા પ્રદેશના ને તો અંગે પણ ચર્ચા થઇ શકે છે અને આ સાથે વાત સામે આવી છે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીની મુલાકાત માટે સમય માગ્યો છે.
અને રાહુલ ગાંધી સાથે બેઠક બાદ ગુજરાત કોંગ્રેસ નેતૃત્વ બદલાઈ શકે છે. આ એક પછી એક કોંગ્રેસની હાર અને કોંગ્રેસી ધારાસભ્ય જે રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે બાદ આ બેઠકમાં લડતનો સુર ઉઠયો હતો.
જેમાં જૂથવાદ ભૂલી એક થઈ લડવાનો સૂર ઉઠ્યો હતો.ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા.
બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા એટલે કે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment