કોરોના ના વધુ કેસો આવતા ગુજરાત રાજ્યના આ ગામમાં કરાઈ લોકડાઉન ની જાહેરાત.

143

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામે કોરોના વાયરસ ના વધુ કેસો આવતા સમગ્ર ગામ સહિત આરોગ્ય પ્રશાસન માં ભય નો માહોલ પ્રસરી ગયો છે.એક સાથે ગ્રામ પંચાયત કરેલ ઠરાવ મુજબ આજરોજ થી 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અને સમગ્ર ગ્રામ જનોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.આ પાંચ જેટલા દિવસ ના સમયગાળા દરમિયાન જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ સિવાય અન્ય દુકાનો બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે.

ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસ ના નવા 1790 કેસો નોંધાયા હતા જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણ ને કારણે મોત થયેલ છે.ગઈકાલે ગુજરાત રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોના ને મ્હાત આપી ચૂક્યા છે.રાજ્યમાં કોરોના થી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે.હાલ 8823 એક્ટિવ કેસ છે જેમાંથી 79 લોકો વેન્ટીલેટર પર છે અને 8744 લોકો સ્ટેબલ છે.

ઉલ્લેખનિય છે કે,કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય મુજબ મહારાષ્ટ્ર માંથી ગુજરાત આવતા.

તમામ યાત્રીઓ માટે ગત 72 કલાકમાં RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે અને મહારાષ્ટ્ર માંથી આવતા તમામ લોકો નું સ્કેનિંગ પણ ફરજિયાત કરી દીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!