પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાશ્રી હીરાબાનું 100 વર્ષની ઉંમરે થયું દુઃખદ નિધન, નરેન્દ્ર મોદીએ માતાની અર્થીને કાંધ આપીને અંતિમ વિદાય આપી…

હાલમાં બનેલા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. આ વાતના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતાશ્રીના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા.

હીરાબાના સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. માતાશ્રી ની અંતિમ વિધિ દરમિયાન નરેન્દ્ર મોદી અને મોદી પરિવાર ભાવુક થઈ ગયું હતું. મોદી પરિવારની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી.

તેમને લખ્યું હતું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિ:સ્વાર્થ કર્મયોગનું પ્રતિક, મૂલ્યો પ્રત્યે પ્રતીબુદ્ધ જીવનનો સમાવેશ થાય છે.અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, 30 ડિસેમ્બર શુક્રવારના રોજ 3.30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાશ્રી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા એટલે કે મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની માતાશ્રીને એડમિટ કરવામાં આવ્યા છે તેવા ન્યુઝ મળ્યા ત્યારે તેઓ તરત જ ડોક્ટરના સંપર્કમાં આવી ગયા હતા. તેઓ પોતાના માતાશ્રીની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવી રહ્યા હતા.ત્યાર પછી તેઓ દિલ્હી થી અમદાવાદ આવવા માટે પણ રવાના થયા હતા.

તેઓ 3.50 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ અને સાંજે 4 વાગે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમને ડોક્ટરો સાથે પોતાની માતાશ્રી ની તબિયત વિશે વાતચીત કરી હતી. બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને રિલીઝ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલમાં સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા માટે રવાના થયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાશ્રીનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. જ્યારે 30 ડિસેમ્બર 2023ના રોજ તેમનું દુઃખદ નિધન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*