સુરતમાં સાવ એટલે સાવ નાની એવી વાતમાં, પિતાએ માતાની નજર સામે 8 મહિનાની દીકરીને એવું દર્દનાક મોત આપ્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 11:33 am, Fri, 30 December 22

આજે આપણે સુરતમાં ઘણા સમય પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. લગભગ દોઢ વર્ષ પહેલાં સુરતના સલાબદપુરા વિસ્તારમાં એક નરાધમ આપે માતાની નજર સામે પોતાની 8 મહિનાની દીકરીનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી.

કોર્ટમાં જ્યારે આરોપીએ દીકરીનો જીવ લેવાનું કારણ જણાવ્યું ત્યારે કોર્ટના જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે સુરત કોર્ટ દ્વારા આરોપી બાપને આજીવન કેદની સજા સંભળાવી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના સલાબતપુરા રેશમવાડા વિસ્તારમાં 11-5-2020ના રોજ એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં માતાની નજર સામે પિતાએ પોતાની આઠ મહિનાની દીકરીને જમીન પર પછાડીને તેનો જીવ લઇ લીધો હતો.

જીવ લેવાનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ઘટનાના દિવસે સવારે 9:00 વાગ્યાની આસપાસ આઠ મહિનાની માસુમ બાળકીના પિતા ઉવેશ શેખ પોતાના ઘરમાં સુતા હતા. ત્યારે આઠ મહિનાની દીકરી આયન ઊંઘમાંથી ઉઠી ગઈ હતી અને અચાનક જ રડવા લાગી હતી. દીકરીનો રડવાનો અવાજ સાંભળીને ઉવેશની ઊંઘ બગડી અને તેને ગુસ્સામાં ભરાઈને પોતાની આઠ મહિનાની બાળકીના છાતીના ભાગ ઉપર મન ફાવે તેમ ધુલાઈ કરી હતી અને દીકરીને માતાની નજર સામે જમીન ઉપર ફેંકી દીધી હતી.

આ કારણોસર દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર બાળકીની ધુલાઈ કર્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

જોકે આરોપીએ પોતાની પત્નીને આ બાબતે કશું પણ ન બોલવા માટે ધમકાવી હતી. જેથી પત્ની હોસ્પિટલમાં કોઈને પણ આ બાબત એ જાણ કર્યા વગર ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી દીકરીની માતાએ આ સમગ્ર ઘટનાની જાણ તેના માતા પિતાને કરી હતી.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને માતાની ફરિયાદને આધારે પોલીસે પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આરોપી પતિને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ અંગે છેલ્લા દોઢ વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. દોઢ વર્ષ પછી સુરત સેશન કોર્ટ દ્વારા આરોપી પિતાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં સાવ એટલે સાવ નાની એવી વાતમાં, પિતાએ માતાની નજર સામે 8 મહિનાની દીકરીને એવું દર્દનાક મોત આપ્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*