પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિન ડ્રાઇવની જાહેરાત કરી હતી.તેમને કોરોનાવાયરસ ના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી પરિસ્થિતિઓમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે તેવી અપીલ કરી હતી.
તેમને એ પણ કહ્યું ભારતે અત્યાર સુધીમાં 141 કરોડ રસીના અભૂતપૂર્વ અને ખૂબ મુશ્કેલ લક્ષ્યને પાર કર્યું છે.તેમણે જાહેરાત કરી કે આગમચેતી ની દ્રષ્ટિ થી સરકારે હેલ્થકેર અને ફન્ટલાઇન વર્કર્સ ને વેક્સિન નો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લીધો છે.
જેની શરૂઆત 2022 માં 10 જાન્યુઆરી સોમવાર ના દિવસે કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણા સૌનો અનુભવ છે કે કોરોના વાયરસ છે.હેલ્થકેર અને ફન્ટલાઇન વર્કસ છે.આ લડાઇમાં દેશને સુરક્ષિત રાખવામાં તેમનું મોટું યોગદાન છે.તેઓ આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાનું બહુ સમય વિતાવે છે.
રાજ્યમાં ખાસ કરીને કોરોના ના આગમન પછી કોરોના ના કેસો વધી ગયા છે અને તે જોતાં સરકાર દ્વારા શાળા કોલેજોમાં વધુ તકેદારી સાથે શિક્ષણકાર્ય ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.
વાલીઓને પણ તેમના બાળકને સ્કૂલે મોકલવું કે કેમ તે અંગે પસંદગી ઉપલબ્ધ કરાઈ છે તે વચ્ચે શાળાઓમાં કોરોના ઉભો થતાં ઉભી થયેલી પરિસ્થિતિ પર એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ડીઈઓ તથા અન્ય સરકારી તંત્ર વારંવાર શાળાઓમાં ડ્રાઈવ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે જોવા પણ કાર્યરત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment